ભારતમાં સતત જે બેરોજગારીનો આંકડો વધી રહ્યો છે. જે દેશ માટે ડરામણો સાબિત થઈ રહ્યો છે. ભારતમાં મે મહિનામાં ખેતી વિષયક કામગીરીમાં નોંધાયેલા ઘટાડાના પગલે ભારતનો બેરોજગારી દર વધીને 5.6 ટકા થયો હતો. જે ધીરેધીરે ચિતાનો વિષય બનતો જાય છે. ભારત સરકાર દ્વારા અગાઉ એપ્રિલ મહિનામાં 5.51 ટકા નોંધાયો હોવાનો આંકડા મંત્રાલયે જણાવ્યું હતું. શહેરીને ગ્રામીણ વિસ્તારોને આવરી લેતા બીજી વખત શ્રમ બળના માસિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા શહેરી ક્ષેત્ર માટેના રોજગારીના ડેટા ત્રિમાસિક ધોરણે જાહેર કર્યા હતા. જ્યારે શહેરી અને ગ્રામીણ વિસ્તાર બંનેને આવરી લેતા આંકડાઓ વાર્ષિક ધોરણે જ જાહેર થતા હતા. એશિયાનો ત્રીજો સૌથી મોટું અર્થતંત્ર ગણાતા ભારતમાં જાન્યુઆરીથી માસમાં જીડીપી 7.4% ની વૃદ્ધિ નોંધાઈ હતી એપ્રિલ થી શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ક્રોધ 6.5% રહેવાની અપેક્ષા છે.
મહિલાઓમાં સૌથી વધારે બેરોજગારી જોવા મળી !
ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિગત વર્ષની શામકશ રહેવાનો અંદાજ છે આંકડા મંત્રાલય જાહેર કરેલા ડેટા મુજબ મેમાં મહિલા બેરોજગારી દર પુરુષોની તુલનાએ આંશિક ઉંચો રહ્યો હતો પુરુષોને બેરોજગારી દર 5.6 ટકા હતો જ્યારે મહિલાઓનો દર 5.8% નોંધાયો હતો. 15 થી 29 વર્ષની ધરાવતા શહેરી યુવાનોમાં આદર મેમા વધીને 17.9% થયો હતો જે અગાઉ એપ્રિલમાં 7.2% હતો ગ્રામ્ય વિસ્તારોમાં યુવા બેરોજગારી દર અગાઉ એપ્રિલના 12.3% ની તુલના એમા વધીને 13.7% નોંધાયો હતો ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારી ઘટાડા માટેનું મુખ્ય કારણ લોકોમાં કૃષિ ઉદ્યોગને બદલે ઉત્પાદન તેમજ સેવા ક્ષેત્ર તરફ સ્થળાંતર માનવામાં આવે છે મેં એમાં કૃષિ ક્ષેત્રમાં કામદારોનો હિસ્સા ઘટીને 43.5% થયો હતો જે એપ્રિલમાં 45.9% હતો વાવણી પછી કૃષિ સંકલન પ્રવૃતિમાં ઘટાડો પણ આના માટે જવાબદાર છે.
કૃષિ સંકલન પ્રવૃતિમાં ઘટાડો જવાબદાર !
કૃષિ કામગીરીમાં નોંધાયેલા ઘટાડાના લીધે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે રોજગારીની તકને પણ પ્રતિકૂળ અસર પહોંચી હતી પરિણામે મેમાં મહિલાઓનો શ્રમ ભાગીદારી દર ઘઢીને 27.8% હતો જ એપ્રિલમાં 28.5 ટકા રહ્યો હતો દેશના ઉત્પાદન ક્ષેત્રનો ગ્રંથ મેમા ગગડીને ત્રણ મહિનાના રહેતો જેના લીધે દેશમાં બેરોજગારી વધી છે તેવું માલુમ સાફ સાફ પડી રહ્યું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકો કૃષિની કામગીરી છોડીને શહેરી વિસ્તારમાં વળી રહ્યા છે. જેના કારણે બેરોજગારી પર અસર દેખાઈ રહી છે. જેના કારણે પણ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી ઘટી રહી છે.