Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

તાપી વ્યારાના ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંદાજે 40 હજારથી વધારે રૂપિયાનો વરલી મટકાનો જુગાર ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાતમાં ગેરકાયદે રીતે ચાલતી દારૂ-જુગારની પ્રવૃતિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મહાનિદેશક દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે સંદર્ભ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વ્યારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાકરાપાર રોડ પર આવેલા દાદાજી ચોક પાસે, પતરાના કેબીન નીચે ખુલ્લી જગ્યામાં રેડ કરી રોકડા રૂપિયા 40,051 તથા વાહનો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ રેડ દરમ્યાન પકડાયેલા સાત આરોપીઓ જ્યારે વોન્ટેડ પાંચ આરોપીઓ સામે વ્યારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12(અ) તથા ભારતીય…

Read More

તમે કદાચ ઘણા ઉદાહરણો સાંભળ્યા હશે કે લોકો YouTube પરથી આટલા પૈસા કમાતા હોય છે. તેઓ મોંઘી ગાડીઓમાં ફરતા હોય છે અને મોટું ઘર બનાવતા હોય છે. પરંતુ એક YouTuber છે જેણે આ પ્લેટફોર્મ પરથી પૈસા કમાઈને મોટા ઉદ્યોગપતિઓને પણ પાછળ છોડી દીધા છે. અમે Mr.Beast વિશે વાત કરી રહ્યા છીએ, જેની લોકપ્રિયતા YouTubeને કારણે વિશ્વભરમાં છે. અહેવાલો અનુસાર, તેમણે એટલી બધી સંપત્તિ ભેગી કરી છે કે તેમની પાસે હોલીવુડના સૌથી મોટા સ્ટાર્સ કરતાં પણ વધુ પૈસા હોઈ શકે છે. તેમણે આ બધું તેમના ઑનલાઇન કાર્ય દ્વારા પ્રાપ્ત કર્યું છે. તેમના YouTube સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા પણ ખગોળશાસ્ત્રીય છે. Mr.Beastના કેટલા સબ્સ્ક્રાઇબર…

Read More

સોનગઢ તાલુકાના રાસમાટી ગામે રહેતા સૂર્યાભાઈ ગામીતનું કાચૂ ઘર વરસાદી વાવાઝોડાથી તૂટી પડતા નિરાધાર બન્યા છે. 65 વર્ષીય વૃદ્ધ ઉમરના લીધે અત્યારે મજૂરી કે કોઈ પણ જાતની કામગીરી કરી કમાણી શકે તેવી સ્થતિમાં નથી. બે દિવસ પહેલા આવેલા વરસાદ અને ભારે પવનના કારણે તેમનું નળિયાવાળું કાચૂ ઘર તૂટી પડતા તેઓ હાલાકી ભોગવી રહ્યા છે. ઘરમાં રહેલી ઘરવખરીને પણ નુકસાન થતાં તેમના માટે ખાવું શું અને પહેરવું શું તેવા અનેક સવાલો દરરોજ ઉઠતાની સાથે તેમને સતાવી રહ્યા છે. સરપંચ સહિત આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વૃદ્ધની મુલાકાત લઈ પ્રાથમિક સગવડ મળી રહે તેવા પ્રયત્નો કરવા જરૂરી બન્યા છે. ક્યાં તો પછી આકસ્મિક…

Read More

સુરત અને તાપી જિલ્લાના સહકારી રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતી સુમુલ ડેરીને આખરે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે. સુમુલ ડેરીના પ્રમુખ તરીકે કાંતિભાઈ ગામીતના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ ડાભાના નામની પસંદગી કરવામાં આવી છે. બંનેની અઢી વર્ષની નવી ટર્મ માટે વરણી કરવામાં આવી છે. સુમુલ ડેરી છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદના કારણે ચર્ચામાં રહી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ બે વખત મોકૂફ રાખવામાં આવી હતી. આંતરિક મતભેદોના કારણે ચૂંટણી પ્રક્રિયા આગળ વધી શકી નહોતી. જોકે, હવે મોવડી મંડળ દ્વારા મોકલવામાં આવેલા બંધ કવરમાંથી નવા સુકાનીઓના નામ જાહેર થતાં સુમુલ ડેરીના નવા નેતૃત્વનો માર્ગ મોકળો…

Read More

તાપી જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે મકાઈની થેલીઓની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ રૂ.12.64 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નવાપુર તરફથી એક બોલેરો પીકઅપમાં મકાઈની થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે માંડળ ટોલનાકા પાસે રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળું બોલેરો પીકઅપ વાહન નંબર MP-11-ZL-6338 ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં…

Read More

ઘરેલું LPG સિલિન્ડર વાપરતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 1 ઓક્ટોબર 2026થી સબસિડીવાળા ઘરેલુ LPG રિફિલ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સબસિડી સાથે નિયંત્રિત રિટેલ વેચાણ કિંમત એટલે કે RSP પર LPG સિલિન્ડરનું બુકિંગ કરવા માટે ગ્રાહકનું બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ થયેલું હોવું જરૂરી રહેશે. સરકારના જણાવ્યા પ્રમાણે, 19 સપ્ટેમ્બર 2026 સુધી 27.43 કરોડ એટલે કે 89.9 ટકા સક્રિય ઘરેલુ LPG ગ્રાહકોએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરી લીધું છે. જે ગ્રાહકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી છે, તેમને ફરીથી ઓથેન્ટિકેશન કરાવવાની જરૂર રહેશે નહીં અને તેમનું LPG રિફિલ બુકિંગ અગાઉની…

Read More

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અરબ સાગરથી લઈને ઉત્તર પ્રદેશ સુધી સક્રિય વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડીપ ટ્રફ સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ડીપ ટ્રફ લેશમાર્ક તરફ ખસે તેવી શક્યતા હોવાથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે. જોકે, 24 સપ્ટેમ્બર સુધી…

Read More

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરકચ્છ ગામના ગામઠાણ ફળિયામાંથી 14 જુલાઈ, 2026ના રોજ પાર્કિંગમાં મૂકેલી બાઈક ચોરી થઈ હતી. આ અંગે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ગણપતસિંહ રૂપસિંહ અને અ.હે.કો. જીગ્નેશભાઈ સદાશિવને બાતમી મળી હતી કે ચોરી થયેલી બાઈક આરોપી વિવેકભાઈ અશોકભાઈ ચૌધરી, રહે. ઉમરકચ્છ, પટેલ ફળિયું, ડોલવણ, લઈને ગડત આશ્રમ તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. તેની પાસેથી કાળા રંગની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર GJ-19-L-6473, કિંમત રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ મુજબ આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ…

Read More

ઘણા લોકો માને છે કે અમીર બનવા માટે મોટી સેલેરી, મોટો બિઝનેસ કે વારસામાં મળેલી સંપત્તિ જરૂરી છે. પરંતુ હકીકત ઘણી અલગ છે. તમે કેટલું કમાઓ છો એ કરતાં તમે કમાયેલા પૈસાને કેવી રીતે સાચવો છો અને ક્યાં વાપરો છો તે વધુ મહત્વનું છે. માની લો કે બે વ્યક્તિ મહિને રૂ.50 હજાર કમાય છે. એક વ્યક્તિ આખી આવક ખર્ચી નાખે છે, જ્યારે બીજી વ્યક્તિ શરૂઆતથી જ આવકનો એક હિસ્સો બચાવે છે અને યોગ્ય જગ્યાએ રોકાણ કરે છે. થોડાં વર્ષો પછી બંનેની આવક કદાચ સરખી જ હશે, પરંતુ તેમની આર્થિક સ્થિતિમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળશે. પહેલા બચત, પછી ખર્ચ પૈસા હાથમાં…

Read More

તાપી LCB તથા પેરોલ ફર્લો સ્કવોડે સોનગઢ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સોનગઢ પોલીસ સ્ટેશનમાં તા. 17 એપ્રિલ 2026ના રોજ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. 16 એપ્રિલની રાત્રે અજાણ્યા ચોરોએ ફરિયાદીના ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. લોખંડના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂ. 24,500 અને રોકડા રૂ. 40,000ની ચોરી કરી હતી. ઉપરાંત અન્ય બે સ્થળેથી પણ રોકડ અને દાગીનાની ચોરી કરી કુલ રૂ. 86,200નો મુદ્દામાલ ચોરી કરી આરોપીઓ ફરાર થયા હતા. બીજા બનાવમાં તા. 22 એપ્રિલ 2026ના રોજ સોનગઢ…

Read More