Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
વાલોડ તાલુકાના બહુારી ગામમાં જાહેરમાં પૈસા મૂકી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા 12 શખ્સોને તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર રમવા માટેના સાધનો સહિત કુલ રૂ.55,650નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે તમામને વાલોડ પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, તાપી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો દ્વારા જુગાર સહિતની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, વાલોડ તાલુકાના બહુારી…
હાલમાં આયોજિત જેજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાડોકાઈ કરાટે ઇન્ટર સ્કૂલ કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 160 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં ટર્ફ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને રનરઅપની ટ્રોફી પોતાના નામે કરી હતી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર કોચ સિંહાન જીગ્નેશ ત્રિવેદી અને સેનસાઈ વિજય જૈન અને સ્કૂલના પ્રિન્સીપલ મેમ લવી ઝાલાએ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા ખેલાડીઓ કાતા અને કુમિતે બંને ઇવેન્ટમાં ભાગ લીધા હતો. વિજેતા ખિલાડીઓના નામ નીચે મુજબ છે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ:- દેવર્ષ શાહ જેનીશા કોસ્ટી સનેઆ પ્રજાપતિ પ્રેક્ષા પટેલ રાજ પટેલ તનસ્વી કટારીયા ખુશી શર્મા સિલ્વ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ:-…
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને પેરોલ લિવ મામલે ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક ઝટકો લાગ્યો છે. ચૈતર વસાવા દ્વારા પેરોલ લિવ મેળવવા માટે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીની માન્યતા અંગે કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે ખાસ કરીને સવાલ કર્યો હતો કે, પેન્ડિંગ અપીલ દરમિયાન કરવામાં આવેલી આ અરજી કાયદાકીય રીતે કેવી રીતે ટકી શકે છે? ચૈતર વસાવા તરફથી પેરોલ લિવ મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે અરજીના આધાર અને તેની કાયદેસર માન્યતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, હાલ અપીલ પેન્ડિંગ હોવા છતાં પેરોલ માટે કરવામાં આવેલી અરજી કઈ રીતે જાળવી શકાય? કોર્ટના આ સવાલ…
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામે નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. મોટરના વાયર કાપી નાખવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે થયેલી તકરાર બાદ 37 વર્ષીય હસમુખ ચૌહાણની કોદાળીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની અને 37 વર્ષીય હસમુખ ચૌહાણનો મોટરના વાયર બાબતે પાડોશી અરવિંદ ચૌધરી સાથે વિવાદ થયો હતો. મોટરના વાયર કાપી નાખવા અંગે બંને વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી. આ મામલે થયેલી અદાવત બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન અરવિંદ ચૌધરીએ હસમુખ ચૌહાણ પર કોદાળી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. કોદાળીના…
તાપી જિલ્લાના એકમાત્ર ખાંડ ઉદ્યોગ વ્હારા સુગરની કામગીરી સામે ખેડૂતોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. શેરડી પકવતા ખેડૂતોને સમયસર નાણાં નહીં મળતા આક્રોશ વધ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા સુગર ફેક્ટરીને કરોડોની સહાય મળ્યા બાદ પણ શેરડીના નાણાંની ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી હોવા છતાં સુગરના સંચાલકો તરફથી યોગ્ય જવાબ નહીં મળતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, વર્ષ 2024-25 દરમિયાન શેરડી વાવેતર માટે ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા અને સમયસર પેમેન્ટની ખાતરી આપવામાં આવી હતી. જોકે હવે નાણાંની ચૂકવણીમાં વિલંબ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા ચેરમેન અને ડિરેક્ટરો સમક્ષ…
તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી કરી ઈનોવા કારમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. અને તેની પાસેથી અંદાજે 8,22,538નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એ.એસ.આઈ બીપીન અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશને ખાનગી અને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની કાર જેનો નંબર MH-03-Z-6179માં ઈગ્લિશ દારૂનો જ્થ્થો ભરી સેવલાસ, નાસિક, માલેગાંવ, નવાપુર મહારાષ્ટ્ર તરફથી સોનગઢ હાઈવે થઈ વ્યારા તરફ આવે છે. જે બાતમીના આધારે વ્યારાના ટીચકપુરા બાયપાસ રોડ પર બેરીકેટની આડાશ કરી સોનગઢ તરફથી આવતા વાહનોની નાકાબંધીમાં હતા. તે દરમ્યાન સોનગઢ તરફથી બાતમી અને હીકકતવાળી કાર આવતા તેને ઉભી રાખી ચેક કરતા…
ગુજરાતમાં ચોમાસાની સિઝનના 85 દિવસ પૂર્ણ થઈ ગયા છે, તેમ છતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની અછત યથાવત છે. રાજ્યના આશરે 70 ટકા વિસ્તારમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાતા હવે જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. વરસાદની ખેંચને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, સમગ્ર ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 35.9 ઈંચ વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધીમાં માત્ર 26.89 ઈંચ વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં જરૂરીયાતની સરખામણીએ વરસાદમાં નોંધપાત્ર ખાધ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં વરસાદની સૌથી વધુ અછત નોંધાઈ છે.…
રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ‘સ્કૂલ ઓફ સોશિયલ વર્ક’માં, MSW સેમેસ્ટર-૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશભક્તિ ગીત અને આઝાદીની શૌર્યગાથા પર વક્તવ્યનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાર્થના, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતનું ગાન અને આઝાદીની શૌર્યગાથાનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન અને સ્કૂલ ઓફ આર્ટ્સના આચાર્ય પ્રો. (ડૉ.) ધવલભાઈ પંડ્યા, સ્કૂલ ઓફ સોશિયલ વર્કના કાર્યકારી આચાર્ય ડૉ. અજય પટેલ, ફિઝિકલ એજ્યુકેશનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હેતલબેન, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. દિશાંક કાનાબાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર…
વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીથી લાંબા સમયથી ફરાર આરોપી પોલીસની પકડમાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ તથા તાપી-વ્યારા રેન્જના પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ તેમજ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એલ.સી.બી. તાપી તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમને મળેલી બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે વાલોડ નાયરા પેટ્રોલ પંપ પાસે બાવા આમટેટીની લારી પાસેથી વોન્ટેડ આરોપી કાંતિલાલ…
“સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય…” આ પંક્તિ તાપી જિલ્લાના ઉંચામાળા ગામની દીકરી હેતવી ચૌધરીની સંઘર્ષ અને સફળતાની સફરને સાર્થક કરે છે. તાપીની માટીમાં ઉછરેલી આ દીકરીએ તીરંદાજીમાં એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરીને માત્ર પરિવાર અને તાપી જિલ્લાનું જ નહીં, સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. હવે તેની સફળતામાં વધુ એક ગૌરવભર્યું પ્રકરણ ઉમેરાયું છે, આસામ રાઈફલ્સમાં પસંદગી… તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામ (મોવડી ફળિયું) ની દીકરી હેત્વી જે હાલ બોડેલી કોલેજમાં બીજા વર્ષમાં બી.એ નો અભ્યાસ કરી રહી છે. શેઠ ટીસી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં અભ્યાસ કરતી દીકરીની આર્ચરીમાં હાંસલ કરેલી સિદ્ધિઓ વાત કરતાં…
