BREKING NEWS
તાપી: થાંભલા પરથી એલ્યુમિનીયનો વાયર ચોરનારા ઝડપાયા
તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ચોરોને ઝડપી લીધા
400 કિલોગ્રામ એલ્યુમિનીયમનો વાયર ચોરી ફરાર હતા શખ્સો
ગાંગપુર ગામેથી એલ્યુમિનીયમના વાયરની કરી હતી ચોરી
વાયર ચોરનાર તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી
તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ફરી એકવાર અનડીટેક્ટ ગુનો ઉકેલી નાખી આરોપીઓને સકંજામાં લીધા છે. થોડા સમય પહેલા ફરિયાદી મોહમદ અબરાર સોહાબ જેઓ જુનિયર એન્જીનિયર પેટા વિભાગીય કચેરી ડોલવણ નાઓની ફરિયાદ આધારે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબનો ચોરીનો અનડીટેક્ટ ગુનો રજીસ્ટર થયો હતો. જે ગુનામાં ગાંગપુર ગામની સિમમાં આવેલી વીજપોલ પરથી કોઈ અજાણ્યા ચોર એલ્યુમિનીયમનો વીજ વાયર આશરે 03.કિમી લાંબો જેનું વજન આશરે 400 કિલો ગ્રામ જેની કિંમત અંદાજે 40 હજાર માનઈ છે. વીજપોલ પર ચઢી કોઈ સાધન વડે વાયર કાપી ફરાર થયો હોવાની ફરિયાદ મળતા.
તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડના માણસોએ સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારો મારફતે તપાસ શરૂ કરી હતી.આ દરમ્યાન વિપુલ રમણ અને પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવન્સનને બાતમી મળતા ડોલવણ ચાર રસ્તા બામણામાળ ગામ તરફના રસ્તા પર તપાસ કરતા આરોપી સુખદેવ મુન્નાલાલ ભાટ, સુખદેવ ઉર્ફે કુકા પુમનસીંગ રાવત, ગોવિંદસીંગ સોનુ સીંગ રાવતને પકડી પૂછપરછ કરતા ત્રણેય શખ્સ કોન્ટ્રાક્ટમાં જુના વીજ તાર ઉતારી નવા વીજ તાર લગાડવાનું કામ કરે છે તેવી માહિતી મળી. આ ઉપરાંત ત્રણેય ઈસમોને સાથે રાખી બીજી દુકાન ખોલાવી તેમાં ચેક કરતાં દુકાનમાંથી એલ્યુમિનીયમના જુના વીજ વાયર ગોળ વીટાળેલ મળી આવ્યા હતા. તેમજ વાયર કાપવાનું કટર પણ મળી આવ્યું હતું. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેમણે એલ્યુમિનીયમના વાયરની ચોરી હોવાની કબૂલાત કરી હતી. LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ત્રણેય આરોપીઓની વધુ તપાસ માટે ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે.
વોન્ટેડ આરોપીઓ:———
મહાવીર સીંગ મોહનસીંગ રાવત
જગદીશ સીંગમોહનસીંગ રાવત
જીતેન્દ્રસીંગનો સમાવેશ થાય છે.
કામગીરી કરનારા સ્ટાફના માણસો:—–
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહીલ
પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહિર
પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર.પટેલ
એ.એસ.આઈ ધર્મેશ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપભાઈ
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જશુભા
પોલીસ કોન્સ્ટેબલ વિપુલ રમણભાઈ
પોલીસ કોન્સ્ટેબલ સ્ટીવન્સન
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ
હેડ કોન્સ્ટેબલ તેજશ તુલસીરાવ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

