Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ATM સેન્ટરમાં લોકોની નજર ચૂકવી ATM કાર્ડ મેળવી છેતરપિંડી કરતી ગેંગનો તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફલો સ્કોર્ડે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલો 7 ઓગસ્ટનો છે. સોનગઢ-ઉકાઈ રોડ પર આવેલી SBI બેન્કના ATMમાં એક ફરિયાદી રૂપિયા ઉપાડવા ગયો હતો. આ દરમિયાન ATM સેન્ટરમાં હાજર બે અજાણ્યા શખ્સોએ ફરિયાદીની નજર ચૂકવી તેનું ATM કાર્ડ અને PIN નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી બીજા ATM સેન્ટર પરથી ફરિયાદીના કાર્ડ અને PINનો ઉપયોગ કરીને તેના ખાતામાંથી રૂ.20 હજાર ઉપાડી લીધા હતા.આ મામલે 12 ઓગસ્ટે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો…
ગારખડી સ્થિત પી.એમ. શ્રી એકલવ્ય મોડલ શાળા ખાતે ઔષધીય વનસ્પતિ અને વિજ્ઞાન આધારિત મોડેલોનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને વિજ્ઞાનને રસપ્રદ રીતે સમજવાની તક મળે તે હેતુથી આયોજિત આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્ય મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા વિજ્ઞાન મેળામાં મુખ્ય મહેમાન તરીકે ઈતારામભાઈ બહિરમ, તાલુકા પ્રમુખ તેમજ મનોજભાઈ કે. પટેલ, એરિયા મેનેજર, અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનઓએ વિજ્ઞાન મેળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ વિજ્ઞાન મોડેલો અને પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના પ્રયત્નો અને સર્જનાત્મકતાને બિરદાવી હતી તેમજ વધુ પ્રોત્સાહન આપ્યું હતું.…
દિવાસો શરૂ થતા જ હિન્દુ ધર્મના તહેવારોની શરૂઆત થઈ જાય છે. દિવાસાથી દિવાળી અને દેવદિવાળી સુધી અનેક તહેવારોમાં વિવિધ સમાજની અનેક ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરા જોવા મળે છે ત્યારે વલસાડ જિલ્લો આદિવાસી જિલ્લા તરીકે જાણીતો છે. આદિવાસી સમાજ ભલે આજે આધુનિક યુગમાં જીવતો હોય પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ વળગી રહ્યો છે. ખેતરોમાં રોપણી કર્યા બાદ આનંદ ઉજવવા માટે આદિવાસી સમાજના લોકો દિવાસા પર્વની ઉમંગભેર ઉજવણી કરે છે. બહુધા વસ્તી ધરાવતા ધરમપુર તાલુકામાં આદિવાસી સમાજ પોતાની પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતો ‘‘નાળિયેર ટપ્પાનો રમોત્સવ’’ આ દિવસે રમે છે. જે આજના સમયમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ધરમપુરમાં દિવાસાના દિવસે…
દર વર્ષે ૯ ઓગસ્ટે યોજાતા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સરકારી ઉજવણીને લઈને આ વર્ષે ગુજરાત સરકાર અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આદિવાસી બહુલ વિસ્તારોમાં અગાઉ જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકારી તંત્ર દ્વારા ભવ્ય કાર્યક્રમો યોજાતા હતા. અધિકારીઓથી લઈને રાજકીય આગેવાનોની હાજરી, બેનરો, પ્રચાર-પ્રસાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ સરકારી તંત્ર દ્વારા ખર્ચ પણ કરવામાં આવતો હતો. પરંતુ આ વર્ષે એકાએક સરકારી સ્તરે આવા કાર્યક્રમો બંધ કરી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ નિર્ણય પાછળનું કોઈ સ્પષ્ટ કારણ પણ જાહેર કરવામાં આવ્યું નથી. પરિણામે આદિવાસી સમાજમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે. ચાર વર્ષથી ઉજવણી…
વ્યારા પોલીસ સ્ટેશનમાં પશુ હેરાફેરીના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોડના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એ.એસ.આઈ આનંદજી ચેમા, પોલીસ કોન્સ્ટેબલ મેહુલ અરવિંદ નાઓને મળેલી બાતમીના આધારે સોનગઢ નવા આર.ટી.ઓ પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનમાં પશુ ઘાતકીપણાનો કાયદો 1960ની કલમ 11-(ડી),(એફ)(એચ) તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ-6(ક-1), 6(ક-3),8 (4) તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2015ના રૂલ્સ નંબર 125(ઈ) તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-324(4) 281 મુજબના ગુનામાં સંડોવાયેલો અને નાસતો-ફરતો આરોપી સકીલ સફી કુરેશીને ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સની વધારે પૂછપરછ માટે સોનગઢ પોલીસને સોંપી દેવામાં…
વ્યારા પોલીસના સ્ટાફ દ્વારા ફરી એકવાર માટી કાર્યવાહી સામે આવી છે. પશુ હેરાફેરીના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને પકડી જેલમાં પૂરી દીધા છે. એ.એસ.આઈ ધર્મેશ અને પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવન્સન તથા પોલીસ કોન્સ્ટેબલને મળેલી બાતમીના આધારે વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસેથી પશુ ઘાતકીપણાનો કાયદો 1960ની કલમ- 11 (ડી), (ઈ), (એફ) (એચ) તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ -6 (ક-1), 6(ક-3),8(4) તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2015 (11)મો સુધારોના રૂલ્સ નંબર 125(ઈ) તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 324(4), 281 મુજબના ગુનાના કામે સંડોવાયેલ અને નાસતા-ફરતા આરોપીઓ ઉમલેશ બાલ્યા ગાવિત, વિપુલ દિલીપ ગાવિતને ઝડપી લેવામાં આવ્યા છે.ઝડપાયેલા આરોપીઓની વધુ તપાસ…
તાપી જિલ્લાના સોનગઢ પોલીસે નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરીને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. સોનગઢ ચેક પોસ્ટ નજીક પોલીસે કોલસાની આડમાં છુપાવીને લઈ જવાતો આશરે 85 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ઓડિશાથી સોનગઢ સુધી ગાંજો પહોંચાડવાના આ નેટવર્કનો પર્દાફાશ થતાં નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસને મળેલી બાતમીના આધારે સોનગઢ ચેક પોસ્ટ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ટ્રકની તલાશી લેતા તેમાં કોલસાની આડમાં ગાંજાનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી આશરે 85 કિલો ગાંજો કબજે કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આ ગાંજો ઓડિશાથી સોનગઢ લાવવામાં આવી રહ્યો હોવાનું…
તાપી ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબિશનના ત્રણ ગુનામાં નાસતા-ફરતા લીસ્ટેડ બુટલેગરને સકંજામાં લીધો છે. તાપી એસપીએ જિલ્લામાં ગુનો આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી. એસપીની સૂચના અને માર્ગદર્શન મુજબ હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રિવન્દ્ર મહેન્દ્રને સંયુક્ત રીતે બાતમી મળતા સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમ -65 (ઈ), 81, 98 (2), 116(બી) મુજબ તથા સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાં પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ-65 (ઈ), 81, 98(2),116(બી) તેમજ ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતા વોન્ટેડ આરોપી પુનમ ઉર્ફે બાથા ભરવાડને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીને ઝડપી પાડી આગળની વધુ તપાસ માટે સોનગઢ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.…
માંસાહારી લોકો ઘણીવાર વિચારે છે કે સારા પ્રોટીન માટે કંઈ વસ્તુ ખાવી જોઈએ. માછલી, ઝીંગા અને ચિકન. આ ત્રણેય વસ્તુ પ્રોટીનથી ભરપૂર માનવામાં આવે છે અને ફિટનેસ લઈ સામાન્ય વ્યક્તિ સુધી દરેકના આહારમાં મુખ્ય છે. જો કે, દરેકનો પોતાનો અલગ સ્વાદ, પોષણ અને સ્વાસ્થ્ય લાભ હોય છે. તેથી, એ જાણવું રસપ્રદ છે કે કયો વિકલ્પ સૌથી વધુ પોષણ અને પ્રોટીન પ્રદાન કરે છે. ચિકનમાંથી કેટલું પ્રોટીન મળી શકે ? ચિકન એક ઉચ્ચ-પ્રોટીન અને ઓછી ચરબીવાળો ખોરાક માનવામાં આવે છે. ચિકન બ્રેસ્ટ, ખાસ કરીને, સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને ઊર્જા પૂરી પાડે છે. તેનો હળવો સ્વાદ તેને વિવિધ મસાલા…
વિશ્વભરમાં દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ (International Day of the World’s Indigenous Peoples) ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વના આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવું, તેમની સંસ્કૃતિ, પરંપરા, ભાષા અને જીવનશૈલીનું જતન કરવું તેમજ તેમના વિકાસ માટે વિશ્વનું ધ્યાન દોરવાનો છે. “આદિવાસી અસ્મિતાની ગાથા” દર વર્ષે 9 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવાય છે. આ દિવસ માત્ર એક ઉજવણી નથી. પરંતુ હજારો વર્ષોથી પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવતા આદિવાસી સમાજના ગૌરવ, સંઘર્ષ અને અધિકારોને સન્માન આપવાનો અવસર માનવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં આદિવાસી સમુદાયો વસે છે. તેઓ પોતાની આગવી ભાષા, સંસ્કૃતિ, પરંપરા, લોકકલા…
