તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના સીંગપુર ગામના પંકજભાઈ દિનેશભાઈ ગામીતે જીપીએસસી દ્વારા દિવ્યાંગો માટે આયોજિત ખાસ ગુજરાત એજ્યુકેશન સર્વિસ વર્ગ-૨ સમાજશાસ્ત્ર આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા પાસ કરી છે.
ગામીતે સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાંથી ૨૦૨૩માં સ્નાતક અને ગુજરાત વિદ્યાપીઠમાંથી ૨૦૨૫માં અનુસ્નાતકની પદવી મેળવી છે. હાલ તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પાર્ટ-ટાઈમ પીએચ.ડી. સ્કોલર તરીકે “દિવ્યાંગ આદિવાસી યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ (દક્ષિણ ગુજરાતના સંદર્ભમાં)” વિષય પર સંશોધન કરી રહ્યા છે. વર્તમાનમાં તેઓ રાજકોટની માતૃશ્રી વીરબાઈમાં મહિલા આર્ટ્સ કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

