Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

મધ્ય ગુજરાત ક્ષેત્ર માટે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC), જે 29 અને 30 જૂન, 2026ના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે યોજાશે, તે માત્ર ઔદ્યોગિક અને આર્થિક વિકાસને જ નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને પણ વૈશ્વિક મંચ આપશે.માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047” અને “વોકલ ફોર લોકલ”ના વિઝનને અનુરૂપ, મધ્ય ગુજરાતના વિવિધ GI-ટેગ ધરાવતા ઉત્પાદનો અને હસ્તકલાઓને આ પરિષદ દરમિયાન વિશેષ સ્થાન આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ પરંપરાગત કારીગરોને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડીને તેમને નવી તકો પ્રદાન કરવાનો છે.આ જ પરિસરમાં 29 જૂનથી 3 જુલાઈ, 2026 દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE)માં મધ્ય ગુજરાતની…

Read More

નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની સજાનું એલાન કરવામાં આવ્યું છે. ચૈતરના પત્ની શકુંતલા વસાવા સહિત તમામ આરોપીઓને કેદ તેમજ કોર્ટ 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ત્યારે જોઈએ આ સમગ્ર કેસ શું હતો અને ક્યારે બન્યો હતો. શું છે સમગ્ર મામલો? સમગ્ર મામલે સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદે વાવેતર દૂર કર્યું હતું. આ બાબતને લઈ ચૈતર વસાવાએ વનકર્મીઓને ચૈતર વસાવાના…

Read More

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૫ કરોડના ખર્ચે રમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે જનસુવિધાના વિવિધ વિકાસ કામો લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યુ કે, ભીંતબુદ્રક ગામે રંગાવલી નદી પર રૂ. ૨ કરોડના ખર્ચે તાલુકાનો નવનિર્મિત સૌથી લાંબો મેઝર બ્રિજથી આ વિસ્તારના ગામના લોકોને સાડા ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું. પરંતુ હવે આ નવો બ્રિજ શરૂ થવાને કારણે આ અંતર ઘટીને માત્ર ૧ કિલોમીટર જેટલું જ રહી જશે. સાથોસાથે મંત્રીએ ભડભુંજા ગામ ખાતે રૂ. ૩ કરોડના ખર્ચે ૨.૭૦ કિલોમીટર લાંબો નવો માર્ગ અને ચોમાસામાં પાણીમાં ડૂબી જતા…

Read More

સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી લીધો છે. હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહને સંયુકત બાતમી મળતા દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી જયેશભાઈ શંકરભાઈ રાઠોડને સોનગઢ શહેરના ઓટા ચાર રસ્તા પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

Read More

ચિરાગ ગુપ્તાનો અહેવાલ, છોટાઉદેપુર ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું ગુજરાતનું છેલ્લું ગામ એટલે હાંફેશ્વર ગામ. વિકાસના દાવાઓ વચ્ચે અહીં શિક્ષણની હકીકત ચોંકાવનારી છે. ગામના એક વિસ્તારમાં ધોરણ 1 થી 5ની શાળા કોઈ સરકારી મકાનમાં નહીં પરંતુ એક કાચા ઝૂંપડામાં ચાલી રહી છે. જ્યાં ન તો વીજળી છે, ન પીવાના પાણીની સુવિધા અને ન તો બાળકો માટે રમતગમતનું મેદાન. છેલ્લા આઠ વર્ષથી શાળાનું મકાન મંજૂર હોવા છતાં આજદિન સુધી પાકી શાળા ન બનતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ડુંગરની ટોચ પર આવેલું આ કાચું ઝૂંપડું બહારથી સામાન્ય મકાન જેવું લાગે છે, પરંતુ હકીકતમાં અહીં ગામના બાળકો શિક્ષણ મેળવી રહ્યા…

Read More

મોટર સાયકલ ચોરીના વોન્ટેડ આરોપીને કુકરમુંડાના મટાવલ ચેક પોસ્ટ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે.પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈની સૂચના મુજબ ASI વિજય, પોલીસ કોન્સ્ટેબલ મેહુલ, પોલીસ કોન્સ્ટેબલ કમલેશ, પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત આ તમામ પોલીસ સ્ટાફના માણસો કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબધી ગુનાઓ બનતા અટકાવવા પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2), 324(1),54 મુજબના ગુનાના કામનો વોન્ટેડ આરોપી સોનુ ઉર્ફે શાહરૂખ લતિફ હિદાયદ પઠાણ રીક્ષામાં બેસી શાહાદાથી અક્કલકુવા તરફ જતો હોવાની બાતમી મળતા.મટાવલ પોલીસ ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન એક પેસેન્જર ભરેલી રિક્ષાને ઉભી રાખી અંદર બેસેલા પેસેન્જરને ચેક કરતા ઉપરોક્ત ગુનાનો વોન્ટેડ…

Read More

સોનગઢ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ દેવસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહને સંયુક્ત બાતમી મળતા વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની 317(2), 317(4), 318(4), 319(2), 61(2)એ 3(5) તથા આઈ.ટી.એક્ટ 2000ની કલમ 33 (સી) 66 (ડી) મુજબના ગુનાના કામે સંડોવાયેલા અને નાસતો ફરતો વોન્ટેડ આરોપી યાસીર જલાલુદ્દીન શેખને ઝડપી લેવામાં આવ્યો હતો.તેમજ આરોપીના કબ્જામાંથી ઓપ્પો કંપનીનો મોબાઈલ જપ્ત કરી અટક કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કમલ-35(1) જે મુજબ કાર્યવાહી…

Read More

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને કફ સિરપ સહિત તમામ પ્રકારના સિરપ પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ કરાવવાનું જાહેર કર્યું છે. આ સિરપ ખરીદવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી રહેશે. સરકારે ડ્રગ્સ રૂલ્સ, 1945માં સુધારો કરીને કફ સિરપ સહિત તમામ સિરપના વેચાણ માટેના નિયમો કડક બનાવ્યા છે. આનો અર્થ એ થયો કે ગ્રાહકોને હવે ફાર્મસીઓમાંથી આવી દવાઓ ખરીદવા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડશે. આ પગલું મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દૂષિત કફ સિરપ ખાવાથી બાળકોના મૃત્યુના મહિનાઓ પછી આવ્યું છે. આ ઘટનાઓએ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પ્રવાહી દવાઓની સલામતી અને નિયમન અંગે નવી ચિંતાઓ ઉભી કરી. આ ઘટનાઓએ સિરપના ઉત્પાદન અને…

Read More

તાપીના વ્યારા કણજા ગામે તાપી નદીના પટમાં પ્રાંત અધિકારી વ્યારા, મામલતદાર, ભુસ્તર વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે ​તાજેતરમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતું હોવાનું જણાતાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી દરોડો પાડી સ્થળ પરથી ૩ હિટાચી મશીન, ૧૦ નાવડીઓ અને રેતી ભરેલા ૨ હાઈવા ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બાબતે ભુસ્તર વિભાગ, તાપી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર ખનન કરનાર સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ દંડની આકરી કાર્યવાહી કરવામાં આવશે, તેમ વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે

Read More

ગુજરાત રાજ્યના DGP જી.એસ.મલિક દ્વારા ગુજરાત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, દરરોજ બે કલાક ફરજિયાત નાગરિકોને સાંભળવા માટે પોલીસ અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને પોલીસ કમિશ્નરથી લઈ PI સુધીના અધિકારીઓને આ આદેશ કરવામા આવ્યો છે. આ ઉપરાંત લોકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિકાલ કરવા આદેશ કરાયો છે. સ્થાનિક અરજદારોને સાંભળી પ્રશ્નોના 15 દિવસમાં નિકાલ કરવા સૂચના આપવામા આવી છે. આર્થિક ગુનાઓ, પારિવારિક વિવાદ અને ભ્રષ્ટાચાર સંબંધિત અરજીઓનો 6 અઠવાડિયામાં નિકાલ કરવા ખાસ સૂચના આપવામા આવી છે. ઉચ્ચ અધિકારીઓ સવારે 12થી 2 વાગ્યા સુધી મુલાકાતીઓને સાંભળશે ? પોલીસના ઉચ્ચ અધિકારીઓ સવારે 12થી 2 વાગ્યા…

Read More