Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને લેતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલની અછત વર્તાઈ રહી છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, જો ઇંધણની અછત દૂર નહીં થાય તો, ગુજરાતમાં અંદાજે 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે. ડીઝલની અછતની સાથે સાથે મંદીના માહોલને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે. આ જોતાં ટ્રાન્સપોર્ટરોએ ઇંધણની અછત દૂર કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે. ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આ મંદીનો સામનો કરી રહ્યો છે. આ બધાં વચ્ચે પેટ્રોલ ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ…

Read More

હાલમાં મહારાષ્ટ્ર-નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકા ખાતે અત્યંત રોગકારક ઇન્ફ્લુ એન્ઝા વાયરસની પુષ્ટી થયેથી રાજ્યના નજીકના તાપી જિલ્લાના ઉચ્છલ તથા નિઝર તાલુકામાં એવિયન ઇન્ફ્લુ એન્ઝા વાયરસ દ્વારા બર્ડ ફ્લુનો રોગ અન્ય પક્ષીઓમાં પણ ફેલાવવાની શક્યતા રહેલ છે. જેને કેન્દ્રમાં રાખીને તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.જાહેરનામા મુજબ, સર્વેલન્સ વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મરઘા પાલનને લગતી કોઈપણ પ્રવૃત્તિ જેવી કે ઇંડા, મરઘા, મરઘાની અગાર તથા મરઘા ફાર્મની સાધન સામગ્રી અંદર અથવા બહાર લઈ જવા પ્રતિબંધ રહેશે. ૧ થી ૧૦ કિમીના સર્વેલન્સ વિસ્તારમાં પોલ્ટ્રી સાથે કામ કરતા માણસોએ બેસ, માસ્ક, મોજા, ગમ બુટ, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ જેવા રક્ષણાત્મક…

Read More

તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ ઉમેદવારોને સ્વનિર્ભર બનાવવા અને સ્થાનિક સ્તરે રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી-વ્યારા દ્વારા આગામી તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે એક વિશેષ ‘રોજગાર ભરતી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા સેવા સદન, વ્યારા ખાતે બ્લોક નં-૪, ત્રીજા માળે યોજાનારા આ ભરતી મેળામાં જાણીતી કંપની VSOLE વીસોલ પાવર પ્રાઇવેટ લિમિટેડ (વીસોલ સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, પલસાના) દ્વારા વિવિધ ૫૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે રૂબરૂ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.આ ભરતી પ્રક્રિયામાં ડિપ્લોમા (મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ), બી.ઈ. / બી.ટેક (મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ), આઈ.ટી.આઈ. (ITI) તેમજ સ્નાતક શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવક-યુવતીઓ માટે ઉમેદવારો ભાગ લઈ શકશે.…

Read More

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપી દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના માર્ગદર્શન હેઠળ “સમાધાન સમારોહ” ના ભાગરૂપે આગામી તા. ૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારો વચ્ચે પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા ઝડપી, સરળ અને સસ્તા દરે ન્યાય ઉપલબ્ધ કરાવવાનો છે. લોક અદાલત એ “લોકોની અદાલત” છે, જ્યાં પક્ષકારો, વકીલો અને ન્યાયિક તંત્રના સહયોગથી વિવાદોનો સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવામાં આવે છે. આ વિશેષ લોક અદાલતમાં બેંકિંગ, મોટર અકસ્માત વળતર કેસો, ગ્રાહક સુરક્ષા બાબતો, ચેક રિટર્ન કેસો, પરિવારિક વિવાદો, મજૂર કાયદા સંબંધિત…

Read More

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ખાબજી ગામે આવેલા ચૈતર ફળિયામાં સ્મશાન તરફ જતા માર્ગ પર આવેલા કોતરડા ઉપર કોઝવે બનાવવાના કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત મંડાળા જિલ્લા પંચાયતના સદસ્ય રમીલાબેન નરોત્તમભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના કરી કામની શરૂઆત કરવામાં આવી હતી. ગામલોકોએ જણાવ્યું હતું કે વરસાદી મોસમ દરમિયાન કોતરડા ઉપર પાણી ભરાઈ જતા સ્મશાન સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થતી હતી. ખાસ કરીને અંતિમવિધિ સમયે લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડતો હતો. ગ્રામજનો દ્વારા લાંબા સમયથી કોઝવે બનાવવાની માંગ ઉઠાવવામાં આવી રહી હતી. હવે આ કામની શરૂઆત થતા…

Read More

ગુજરાતના લાભાર્થી ખેડૂતોને આગામી તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં e-KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી PM કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક e-KYC ફરજીયાતપણે કરાવવાનું રહેશે. હવેથી આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા e-KYC પૂર્ણ કરેલું હશે. ખેતી નિયામક કચેરી દ્વારા જણાવ્યા મુજબ લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાર્ષિક…

Read More

તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી, થલાપતિ વિજયે અનેક મોટી જાહેરાતો કરી, જેમાં 200 યુનિટ મફત વીજળી અને મહિલાઓની સુરક્ષા માટે ટાસ્ક ફોર્સનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે તમિલનાડુ પર ₹10 લાખ કરોડનું દેવું છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના વડા એમકે સ્ટાલિને આ નિવેદનનો જવાબ આપ્યો, વિજયને શુભેચ્છાઓ પાઠવી હતી. વિજયની જાહેરાતનું સ્વાગત કરતા, સ્ટાલિને કહ્યું, “તાત્કાલિક એવું કહેવાનું શરૂ ન કરો કે સરકાર પાસે પૈસા નથી. પૈસા છે. જરૂર છે તે છે તેને જનતામાં વહેંચવાની ઇચ્છાશક્તિ અને શાસન કરવાની ક્ષમતા.” તેમણે વધુમાં જણાવ્યું કે પાંચ વર્ષમાં, કોવિડ-19 અને પૂર જેવી અસંખ્ય સમસ્યાઓ અને કેન્દ્રની…

Read More

તાપી SOGએ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારની ધરપકડ કરી લીધી છે. પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી.મંડોરા, પોલીસ ઈન્સ્પેક્ટર એન.પી.ગરાસીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષય કાંતીલાલને સંયુક્ત રીતે બાતમી અને હકીકતના આધારે નિઝરના લક્ષ્મીખેડાગામેથી એક બોગસ ડૉક્ટર એટલે લીન્ટુભાઈ ઘ્રુવબાભાઈ બેરાગીને ઝડપી લેવામાં આવ્યો છે.પકડાયેલો શખ્સ મૂળ પશ્વિમ બંગાળનો વતની છે.પરંતુ છેલ્લાં ઘણાં સમયથી તાપી-નિઝરના લક્ષ્મીખેડા ગામે પોતાને ડૉક્ટર ગણાવી આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો. પરંતુ SOGએ બાતમીના આધારે શખ્સને ઝડપી તેની પાસેથી એલોપેથિક દવાઓ કબ્જે કરી નિઝર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ:- પોલીસ ઈન્સ્પેક્ટર…

Read More

રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય તે હેતુસર ભારત સરકારશ્રી દ્વારા “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના રાજ્યના આણંદ, નવસારી અને વલસાડ જિલ્લાઓ સિવાયના જિલ્લાઓમાં અમલમાં છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ ની આગામી ખરીફ સિઝન માટે મગફળી, સોયાબીન, દિવેલા તથા તલ પાકોના પ્રમાણિત બિયારણ વિતરણ ઘટક હેઠળ સહાયથી બિયારણ મેળવવા ઇચ્છુક ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ખેડૂતો માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ તા.૦૮/૦૫/૨૦૨૬ થી તા.૧૭/૦૫/૨૦૨૬ સુધી કુલ ૧૦ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવશે. તાપી જિલ્લામાં તેલીબિયાં પાકોની ખેતી…

Read More

ઉકાઈ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લાં બે વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંચ તાપી અને પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા સકંજામાં લેવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહને  સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે આરોપી આકાશ રાજકુમાર ચુડીવાલને રાજસ્થાનથી ઝડપી સકંજામાં લીધો હતો. પકડાયેલા શખ્સ  ઉકાઈ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ-2023ની કલમ-316(2) મુજબના ગુનાના કામે સંડોવાયેલો હતો. આરોપી છેલ્લાં બે વર્ષથી અલગ-અલગ જગ્યાએ લોકેશન ચેન્જ કરી પોલીસથી બચવા નાસતો-ફરતો હતો. પણ તાપી એલસીબીએ આરોપીને ઝડપી વધુ એક વણઉકેલાયેલો ગુનો ઉકેલી નાખ્યો છે. આરોપીને ઝડપી વધુ તપાસ માટે ઉકાઉ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:- પોલીસ…

Read More