Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.વી.ઢોલાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવર નવર ચોરીના બનાવ બનતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી હતી.આપેલી સૂચના મુજબ એ.એસ.આઈ માર્મિક હરેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીણાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મોતીભાઈ રામાભાઈ સોનગઢ કિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સોનગઢ કિલ્લા પાસે એક શંકાસ્પદ ઈસમ નંબર પ્લેટ વગરની મોપેડ સાથે મળી આવ્યો હતો.આ શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નિલેશ ઉર્ફે ટાયસન રમણભાઈ કોંકણી જણાવ્યું હતું. દસ્તાવેજી પુરાવા બાબતે પૂછપરછ કરતા તેઓએ ગલ્લા તલ્લા રીતે જવાબ આપ્યો હતો. જેથી સદર મોપેડ તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાયું હતું. જેથી મોપેડની ચેચીસ નંબર જોતા MB8DP12PBR8706299 તથા શંકાસ્પદ…
ગુજરાતમાં ધોરણ ૧૦નું ૮૩.૮૬ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ધોરણ ૧૦નું છેલ્લા ૩૨ વર્ષમાં સૌથી ઊંચું ૮૩.૮૬ ટકા પરિણામ..આ વર્ષથી ઈમ્પ્રુવમેન્ટ એક્ઝામના કારણે વિદ્યાર્થીઓને બીજી તક મળશે. જેમાં વિદ્યાર્થીઓ ઈચ્છે તો બીજી ટેસ્ટ પણ આપી શકે છે. બે પ્રયાસો પૈકી બેસ્ટ ઓફ ટુ પ્રમાણે રિઝલ્ટ ફાઈનલ ગણાશે. ખાસ કરીને રાજ્યમાં સૌથી વધુ પરિણામ ગાંધીનગરના આજોલ કેન્દ્રનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ દાહોદના મૂનખોસલા કેન્દ્રનું ૩૩.૭૪ ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ નર્મદા જિલ્લાનું ૯૦.૮૫ ટકા પરિણામ..સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું ૭૬.૪૨ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૧૬૯૭ શાળાઓમાં ૩૯ શાળાઓનું ઝીરો પરિણામ આવ્યું…
નસવાડી પોલીસે રણજીત ઉર્ફે રંગો વિનુભીલ અને વિપીન કચરાભાઈ ભીલ નામના શખ્સોને ઝડપી લીધા છે. પકડાયેલા બંને શખ્સોએ ગઢબોરીયાદ ગામે રહેતી દશરીબેન ભીમાભાઈ ભીલની કરપીણ હત્યા કરી હતી. ઘાતકી હત્યા કર્યાં બાદ આરોપીઓએ મૃતક દશરીબેને પગમાં પહેરેલા ચાંદીના કડાં માટે દશરીબેનના બંને પગ કાપી નાખ્યા હતા.અને અંદાજે એક કિલો વજન વાળા ચાંદીના કડાં લઈને ફરાર થયા હતા. આરોપીઓને એમ હતું અમે હત્યાની ઘટનાને અંજામ આપીશું અને ફરાર થઈ જઈશું પણ આ ઘટના બનતા પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી. પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ કરતા આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું કે, બેજાબાજોએ ચાંદીના કડાં નર્મદાના નામલપુર ગામે…
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ વખતે ફરી એકવાર તાપી જિલ્લામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 18 બેઠક મળી પોતાની સત્તા હાંસલ કરી લીધી છે.જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આબરૂ બચાવી માત્ર 08 બેઠકો પર જીત મેળવી છે. આપ પાર્ટીની વાત કરીએ તો,આપ પાર્ટી તો ખાતું પણ ખોલાવી શકી નથી.
તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર અંદાજે ૪,૨૯,૮૯૪ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે. સમગ્ર જિલ્લામાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને પુરુષ તથા મહિલા બંને વર્ગના મતદાતાઓએ લોકશાહી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી સક્રિય રીતે મતદાન કર્યું હતું. જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી સાંજે ૫.૫૪ કલાકે પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ તાપી જિલ્લા પંચાયત માટે કુલ નોંધાયેલા ૫,૭૦,૭૧૮ મતદારો પૈકી ૪,૨૯,૮૯૪ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ ૭૫.૩૩ ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી…
સ્થાનિક સ્વરાજ્યના મતદાન દિવસે કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે વૃદ્ધ દાદીમાને કુકરમુંડા પોલીસ દ્વારા જરૂરી મદદ પૂરી પાડી સુરક્ષિત રીતે મતદાન કરાવવામાં આવ્યું. ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ મતદાન મથકો ઉપર પોલીસ કર્મચારી, હોમગાર્ડ, જી.આર.ડી. સભ્યો દ્વારા અશક્ત, સિનિયર સિટીઝન તથા વિકલાંગ મતદારોને મતદાન મથક સુધી લઈ જવા મદદ કરવામાં આવી. નિઝર પ્રાથમિક શાળાના મતદાન મથક પર મતદાન કરવા આવેલા એક મતદારને છાતીમાં અચાનક દુખાવો થતા ફરજ પરના અ.હે.કો.યુવરાજસિંહ જશુભા નાઓએ તાત્કાલિક 108 બોલાવી સારવાર માટે મોકલી આપ્યા હતા. ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નારણપુર ગામ ખાતે વૃદ્ધ દાદી-૨ને ચાલવામાં તકલીફ હોઈ જેથી પોલીસ દ્વારા વ્હીલચેરમાં…
લોકશાહીનો મજબૂત સ્તંભ એટલે ચૂંટણી, દેશના નાગરિકો પોતાના મનગમતા નેતાને પોતાનો મત આપીને મતદાન કરીને પોતાના નેતાને ચૂંટી કાઢે છે. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ માં વાલોડ તાલુકાના ગોડધા ગામે સવારથી ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા હતા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન એક નાગરિકે બે મત આપી બેવડો આનંદ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે પાણી,ખુરશીઓ, ગાદલા વિગરે નાખી સુંદર વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. સિનિયર સીટીઝનો પણ પોતાના પવિત્ર મતાધિકારના ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગરમી હોવા છતા ભાઈઓ કરતા બહેનો મોટી સંખ્યામાં મતદાન માટે આવ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગુજરાતમાં બરાબરનો જામ્યો છે. દરેક પક્ષો પોતાની તાકાત બતાવી રહ્યા છે. પ્રચાર પ્રસાર પણ મોટા પાયે કરી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવી જિલ્લા પંચાયતની બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક રાણીઆંબા બેઠક છે. કારણ કે આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે તેવું સાફ-સાફ દેખાઈ રહ્યું છે. રાણીઆંબા બેઠક પર કોંગ્રેસ પાર્ટીમાંથી યુસુફ ગામીતને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે. યુસુફ ગામીત સોનગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. સાથે જ તેઓ યુવાઓમાં પણ ખૂબજ લોકપ્રિય માનવામાં આવે છે.યુસુફ ગામીત ગાયસાવર અને ટોકરવા પટ્ટામાં બહોળો જનસંપર્ક ધરાવે છે. એટલે…
સોનગઢ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ચોરીનો ગુનો દાખલ થયો હતો.મળતી માહિતી મજુબ હિરાવાડી ગામના ડેરી ફળિયામાં રહેતા ફરિયાદીના ઘરની બારીના સળીયાને કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલા કબાટમાંથી અંદાજે 20 હજારની ચોરી હતી. આ ઉપરાંત સાહેદ દાઉદભાઈ જયતાભાઈ ગામીતના ઘરના છત પર રાખેલા નળીયા ખસેડી ઉપરથી ઘરમાં પ્રવેશી કરી કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 10 હજારની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ ફરાર થયો હતો. આ ઘટના મુદ્દે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ઘટનાની ગંભીરતા સમજી કે.આર ચૌધરી, એ.એસ.આઈ માર્મિક હરેશ, હેડ કોન્સ્ટેબલ દશરથ ભુપતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીણાભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉપરોક્ત ગુનાના આરોપી રાણીઆંબા રેલ્વે…
ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતો અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી લીધો છે. પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઈ જાલમસીંગને સંયુક્ત રીતે બાતમી મળતા ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ-65(ઈ) 81,116(બી) મુજબના ગુનાના કામે સડોવાયેલા અને નાસતા ફરતા વોન્ટેડ આરોપી સંજય ઘનશ્યામ હસની (સીંધીને) ઝડપી પાડી આગળની વધુ તપાસ માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. આ કામગીરી કરનાર ટીમ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહિર પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર. પટેલ એ.એસ.આઈ જગદીશ જોરારામ હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર મહેન્દ્રભાઈ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રામાભાઈ પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઈ જામલસીંગ પેરોલ…
