ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતો અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી લીધો છે. પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઈ જાલમસીંગને સંયુક્ત રીતે બાતમી મળતા ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ-65(ઈ) 81,116(બી) મુજબના ગુનાના કામે સડોવાયેલા અને નાસતા ફરતા વોન્ટેડ આરોપી સંજય ઘનશ્યામ હસની (સીંધીને) ઝડપી પાડી આગળની વધુ તપાસ માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
આ કામગીરી કરનાર ટીમ:-

પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહિર
પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર. પટેલ
એ.એસ.આઈ જગદીશ જોરારામ
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર મહેન્દ્રભાઈ
પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રામાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઈ જામલસીંગ
પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ:—–
એ.એસ.આઈ બીપીનભાઈ રમેશભાઈ
એ.એસ.આઈ આનંદજી ચેમાભાઈ
દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લાં કેટલાક સમયથી ગુનો આચરી ફરાર શખ્સને ઝડપી પાડી તાપી પોલીસે વધુ એક વણ ઉકેલાયેલો ગુનો ઉકેલી નાખ્યો છે.

