સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.વી.ઢોલાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવર નવર ચોરીના બનાવ બનતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી હતી.આપેલી સૂચના મુજબ એ.એસ.આઈ માર્મિક હરેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીણાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મોતીભાઈ રામાભાઈ સોનગઢ કિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સોનગઢ કિલ્લા પાસે એક શંકાસ્પદ ઈસમ નંબર પ્લેટ વગરની મોપેડ સાથે મળી આવ્યો હતો.આ શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નિલેશ ઉર્ફે ટાયસન રમણભાઈ કોંકણી જણાવ્યું હતું.
દસ્તાવેજી પુરાવા બાબતે પૂછપરછ કરતા તેઓએ ગલ્લા તલ્લા રીતે જવાબ આપ્યો હતો. જેથી સદર મોપેડ તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાયું હતું. જેથી મોપેડની ચેચીસ નંબર જોતા MB8DP12PBR8706299 તથા શંકાસ્પદ ઈસમની અંગ ઝડતી કરતા ખિસ્સામાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પકડાયેલા આરોપી સામે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કમલ-35(1)ઈ મુજબના કામે અટક કરી આગળની તપાસ એ.એસ.આઈ માર્મિક કરી રહ્યા છે.
આ કામગીરી કરનાર પોલીસની ટીમ:-
ડી.વી.ઢોલા,પોલીસ ઈન્સ્પેક્ટર
એ.એસ.આઈ માર્મિક હરેશભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રાજુ ઝીણાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ મોતી રામાભાઈ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

