વિયેતનામમાં ફરવા ગયેલા ભારતીયોને લઈ જતી બોટ ઊંધી વળતાં અનેક ભારતીયનાં મોત થયાં હતાં. આ ભયંકર અકસ્માતથી ભારતીય સહેલાણીઓ હતપ્રભ થઈ ગયા હતા. અંહી એક હોડી ઊંધી વળતા ભારતના પંદર સહેલાણી મરણ પાંમ્યાં હતા. એવો અહેવાલ સ્થાનિક માધ્યમોએ આપ્યો હતો. આ સ્પીડબોટમાં 32 ભારતીય સહેલાણી અને હોડીના ચાર કર્મચારી હતા.
વિયેતનામના સૌથી મોટા ટાપુ ફૂ ક્વોટના સમુદ્રતટથી દૂરના થોઈ આર્ચીપેલાગોના ટાપૂ મે રુટ નગોઈથી 400 મીટર દૂર હોડી ઊંધી વળી હતી. જેમાં આંધ્રપ્રદેશના બે જણ માર્યાં ગયાં છે અને બીજા ત્રણને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. તેલંગણાના માછલીપટનમના બે જણ મરણ પામ્યાં છે. હકીકતમાં વિયેતનામ સ્થિત થ્રીલેન્ડ ટ્રાવેલએ સ્થાનિક વેન્ડર સાઈ વિયેતનામની મદદથી તેલંગણાના એક મોટો ગ્રૃપને માટે પ્રવાસનું આયોજન કર્યું હતું. બોટ ખુલ્લી નહીં બંધ હતી અને આને લીધે મોટી ખુવારી થઈ હતી. દક્ષિણ ભારતના 105 મોબાઈલ ડિસ્ટ્રિબ્યુટર વિયેતનામની મુલાકાતે છે.
ફૂ ક્વોક સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના સત્તાવાળાઓએ કહ્યું હતું કે બોર્ડર ,ગાર્ડ, નૌકાદળ, કોસ્ટ ગાર્ડ શોધ અને બચાવ કાર્યમાં લાગી ગયા એ પહેલા નજીક રહેલી ટુરિસ્ટ બોટ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. છે અને પાણીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાંઢી તેમની ઓખળ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

