Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

જમ્મુ અને કાશ્મીરના ડોડાના ખનીટોપ વિસ્તારમાં સૈનિકોને લઈ જતું એક વાહન ખાડીમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં દસ સૈનિકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી રહી છે. વાહનમાં કુલ 17 સૈનિકો હતા. આર્મીની ગાડી 200 ફૂટ ઊંડી ખાડીમાં પડી:- આર્મી કેસ્પર ડોડામાં ભાદરવાહ-ચંબા રોડ પર મુસાફરી કરી રહ્યું હતું અને પહેલાથી જ ગંભીર હાલતમાં હતું. કેસ્પર લગભગ 200 ફૂટ ઊંડી ખાડીમાં પડી ગયું. સૈનિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે, અને બચાવ ટીમો ખંતપૂર્વક કામ કરી રહી છે. ઘાયલોને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકના મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. ત્રણ સૈનિકોની હાલત ગંભીર હોવાનું જાણવા…

Read More

સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મુદ્દે સમગ્ર ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. અંદાજે 21 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી પાણીની ટાંકી લોકાર્પણ પહેલાં જ ધરાશાયી થઈ હતી. ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન ટાંકી તૂટી પડી હતી. જેમાં 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ પાણીની ટાંકીના ખર્ચની વાત કરવામાં આવે તો, કુલ ખર્ચ રૂપિયા 21 કરોડ માનવામાં આવે છે. ટાંકીની ક્ષમતા 11 લાખ લિટર (9 લાખ લિટર ભરીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું) હતું. આ ટાંકી દ્વારા આસપાસના 33–34 ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો હતો. પણ ટાંકીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાથી ટાંકીનું લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી…

Read More

મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને ‘મહાયુતિ’ ગઠબંધને પ્રચંડ વિજય મેળવી નવો ઇતિહાસ રચ્યો છે. દેશની સૌથી ધનિક એવી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલીવાર ભાજપનો મેયર ચૂંટાવા જઈ રહ્યો છે. આ જીત બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની જનતાનો આભાર માનતા જણાવ્યું કે હવે રાજ્યના 25થી વધુ શહેરોમાં ભાજપ અને મહાયુતિના મેયર હશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસે આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસના વિઝન’ પર જનતાની મહોર ગણાવી હતી. તેમણે કહ્યું, “પરિણામો સ્પષ્ટ કરે છે કે મહારાષ્ટ્રને પીએમ મોદીમાં અપાર વિશ્વાસ છે. અમારો ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે.” ફડણવીસે ઉમેર્યું કે ભાજપ માટે હિન્દુત્વ અને…

Read More

મહેન્દ્રા કંપનીની XUVમાં ગાડીમાં દારૂહેરીનો પર્દાફાશ તાપી LCB દ્વારા કરવામાં આવ્યો છે. એ.એસ.આઈ જયેશ અને પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રને ખાનગી રીતે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યના લક્કડકોડ ગામેથી વીકી શૈલેષ ગોસ્વામી XUV ગાડી નંબર GJ-06-HD-4391માં દારૂ ભરાવી તેમના સાગરીતો મારફતે સોનગઢના સાતકાશી ગામથી ઉમરપાડા જવાના જંગલના કાચા રસ્તા ઉપરથી નીકળનાર છે. તેવી બાતમી મળતા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી વાળી ફોરવ્હીલ ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા ગાડીનો ચાલક રમજાન ઉર્ફે ભુરીયો અને ચંદુ બાવા વસાવા ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા.આ ઘટનામાં પોલીસે અંદાજે કુલ 12,13,856નો મુદ્દામાલ જપ્ત કરી આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે…

Read More

ફરી એકવાર સોનગઢ પોલીસની ઉત્તમ કામગીરી સામે આવી છે. આ વખતે સોનગઢ પોલીસની ટીમે ધાબા પર સતાડી રાખવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે દારૂ પુરો પાડનારા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.ચૌહાણને અંગત રીતે બાતમી મળતા અગાસવાણ ગામના આંબા ફળીયામાં રહેતા અંકિત કિશોરભાઈ ગામીતે પોતાના ઘરના ધાબા પર ભારતીય બનાવટનો દારૂ સંતાડી રાખ્યો છે. તેવી યોગ્ય બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 4,82,315નો કુલ મુદ્દામાલ જપ્ત કરી આરોપી અંકિતભાઈ કિશનભાઈ ગામીતની ધરપકડ કરી જેલમાં પૂર્યો છે. જ્યારે દારૂ પુરો…

Read More

તાપી SOGની ટીમે ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.પ્રજાપતિને મળેલી બાતમીના આધારે જીતેશ ઉર્ફે કાલીયો છનાભાઈ ગામીત પાસેથી સોનગઢ શહેરના નવાગામ જમાદાર ફળીયાના કન્યા છાત્રાલયની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી પાસેથી અંદાજે 5.853 કિલો ગ્રામ ગાંજો મળ્યો હતો જેની અંદાજે કિંમત 2,92,650 તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ 2,98,470 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કામગીરી કરનાર SOGના કર્મચારીઓ:- પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયા, SOG પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.પ્રજાપતિ , SOG પોલીસ…

Read More

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર શિક્ષણના વિકાસ માટે સૌથી વધારે બજેટ ફાળવ્યું હોવાની વાતો બજેટ સત્ર દરમ્યાન કરતી હોય છે. પણ આઝાદીના આટલા વર્ષો વિતવા છતાં આજે પણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની પરિસ્થિતિ કંઈ જુદા જ પ્રકારની જોવા મળે છે. આ બધાં વચ્ચે વલસાડના કપરાડાથી એક ઘટના સામે આવી છે જેણે ગુજરાત વિકાસની અને ગુજરાત મોડેલની વાતનોને શરમમાં મૂકી દીધી છે. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા માલુગી ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે કે નજીકના ગામમાં આવા-જવા માટે આજે પણ હોડીનો સહારો લેવો પડે છે. અંહી નદી પર પુલ અને રસ્તાનો અભાવ હોવાથી નદી પાર કરવી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી છેલ્લાં કેટલાક સમયથી…

Read More

સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લાં ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને તાપી લોકલ ક્રાઈમ અને તાપી પેરોલ ફ્લો સ્કોર્ડ ઝડપી લીધો છે. તાપી એલ.સી.બી અને તાપી પેરોલ સ્કોર્ડના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઈ જાલમસીંગ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈને સંયુક્ત રીતે બાતમી મળતા સોનગઢના આરટીઓ પાસેથી દારૂના ગુનામાં છેલ્લાં ચાર વર્ષથી નાસતો-ફરતો આરોપી સુરેશ ઉર્ફે સૂર્યો ડોન દુબળા ઈશ્વર ગાવીતને ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સ સામે વધુ કાર્યવાહી અને વધુ તપાસ કરવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. કામગીરી કરનાર સ્ટાફ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી એ.એસ.આઈ જગદીશ જોરારામભાઈ એ.એસ.આઈ જયેશ લીલકીયભાઈ હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ…

Read More

વ્યારા પોલીસ સ્ટેશનના લુંટના ગુનામાં છેલ્લાં છ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. તાપી જિલ્લા એસ.પી જે.એન.દેસાઈ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારાનાઓએ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ અને શરીર-મિલકત સબંધિત ગુનાઓ ડીટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. જે સૂચના અને માર્ગદર્શન અંતર્ગત હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ થતા પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ બાતમી મળતા આરોપી જીતેન્દ્રપાલસિંહ ઉર્ફે જીતુ ભગવાનસિંહ રાજપૂતને અમદાવાદમાંથી ઝડપી લીધો હતો. બાદમાં ઝડપાયેલા શખ્સને વ્યારા પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપી દેવામાં આવ્યો હતો. કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ. ગોહિલ પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ…

Read More

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ ની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે. એન. દેસાઈના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ‘મિશન સુરક્ષિત મકરસંક્રાંતિ’ થીમ આધારિત જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતુ. જેમાં આગામી મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન પતંગના દોરાથી વાહનચાલકો અને રાહદારીઓને સુરક્ષિત રાખવાના ઉમદા આશય સાથે પોલીસ દ્વારા માર્ગો પરથી પસાર થતા મોટર સાયકલ ચાલકોના વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવી તેમને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ હેલ્મેટ ન પહેરી ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરવા તથા માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ કરી હતી. પોલીસની આ માનવીય અભિગમવાળી કામગીરીને સ્થાનિક…

Read More