Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

રાજ્યાના તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ગુજરાતના પોલીસ વડા (DGP) દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓની રજાઓ તાત્કાલિક અસરથી 12 જાન્યુઆરી 2026 સુધી તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે. આનો અર્થ એ થાય કે કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ પોલીસ કર્મચારીઓને સ્ટેન્ડ-ટુ (તૈયાર રહેવું) રહેવાનો આદેશ છે આપવામાં આવ્યો છે. રજાઓ રદ કરવાનું કારણ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. PM મોદી નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેના ભાગરૂપે રજાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીનો કાર્યક્રમ: સોમનાથ મંદિરની મુલાકાત રાજકોટમાં વાઇબ્રન્ટ…

Read More

ગુજરાતમાં દારૂબંધી છે આ વાત સૌ કોઈ જાણે છે. અને લોકો એ પણ જાણે છે કે, ગુજરાતમાં દારૂબંધી છે છતાં રાજ્યના ગમે તે ખુણામાંથી વિદેશી દારૂ જોઈતો હોય તો મળી જાય છે. ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો છે પણ બુટલેગરો કંટ્રોલમાં નથી. આ બધાં વચ્ચે જૂનાગઢમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ જતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી. સમગ્ર કાંડ બે સગા ભાઈઓ દ્વારા કરવામાં આવતો હતો. બે સગા ભાઈ રહેણાક વિસ્તારમાં નકલી દારૂ બનાવતા હોવાનું સામે આવ્યું છે. વીડિયો જોવા માટે નીચે આપેલી ઈન્સ્ટ્રાગ્રામ લિંક…

Read More

થોડા સમય પહેલા અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા પછી, સમગ્ર વિશ્વનું ધ્યાન હવે વેનેઝુએલા પર કેન્દ્રિત થયું છે. આ બધાં વચ્ચે વેનેઝુએલાવાસીઓ સહિત લોકો જાણવા માટે ઉત્સુક છે કે વેનેઝુએલાનું આગામી પગલું શું હશે. દુનિયાને અપેક્ષા હતી કે માદુરોની ધરપકડથી વેનેઝુએલામાં અશાંતિ ફેલાશે, પરંતુ કંઈ નોંધપાત્ર બન્યું નહીં. આ દરમિયાન, લશ્કરના સંરક્ષણ પ્રધાન વ્લાદિમીર પેડ્રિનો લોપેઝનું નિવેદન સામે આવ્યું છે. તેમણે એવું વર્તન કર્યું કે જાણે યુએસના હુમલાથી વેનેઝુએલા પર કોઈ ખાસ અસર થઈ નથી.પરંતુ એ સાચું છે કે માદુરોની ધરપકડથી દેશની અંદર અને બહાર ચર્ચા શરૂ થઈ છે. એક પ્રશ્ન એ છે કે શું…

Read More

શુક્રવારે મોડી રાત્રે વેનેઝુએલાની રાજધાની કારાકાસ હચમચી ઉઠી હતી. જ્યારે ઘણા નીચા ઉડતા વિમાનોનો અવાજ લોકોને સંભળાયો હતો, ત્યારબાદ ઓછામાં ઓછા સાત વિસ્ફોટો થયા હતા જે આખા શહેરમાં ગુંજી ઉઠ્યા હતા. આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 2:00 વાગ્યે બની હતી, જેનાથી નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો. કલાકો પછી, વેનેઝુએલાની સરકારે સત્તાવાર પ્રતિક્રિયા જારી કરીને તેને દેશની સાર્વભૌમત્વ પર સીધો લશ્કરી હુમલો ગણાવ્યો હતો. વેનેઝુએલાની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાની સરકાર વર્તમાન યુએસ સરકાર દ્વારા વેનેઝુએલાના પ્રદેશ અને નાગરિક વસ્તી સામે કરવામાં આવેલા અત્યંત ગંભીર લશ્કરી આક્રમણને સંપૂર્ણપણે નકારે છે, નિંદા કરે છે અને સખત નિંદા…

Read More

નર્મદાના સાગબારામાં 28.56 કરોડના ખર્ચે નિર્માણ પામેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં વિવાદ સર્જાયો હતો. આદિજાતિ મંત્રી નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત પ્રાયોજના વહીવટદાર અને કલેક્ટર નર્મદા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, 2013થી કાર્યરત એકલવ્ય મોડલ સ્કૂલ માટે 240 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે, જે બદલ તેમણે ગુજરાત સરકારને બિરદાવી હતી. તમારા મનમાં ધૂમાડો હોય તો કાંઢી નાખજો ભાઈ:ચૈતર વસાવા આ બધાં વચ્ચે ચૈતર વસાવાને કાર્યક્રમમાં આમંત્રણ ન આપતા ચૈતર વસાવા અચાનક સ્થળ પર પહોંચી ગયા હતા અને આ સરકારી…

Read More

વાયુ પ્રદુષણ અને કલાઈમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વચ્ચે પર્યાવરણ જતનના હેતુથી વૃક્ષ ઉછેર અને સંવર્ધન ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૨૩ના ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના ૧૧.૦૩ ટકા છે. આ ગ્રીન કવરમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની કુલ ૧૮૫ નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે. ગ્રીન કવર વધવાથી રાજ્યનો વન વિસ્તાર વધશે જેથી વરસાદમાં વધારો થશે, જળવાયું પરિવર્તન અટકાવી શકાશે સાથે સાથે રાજ્યમાં ઓક્સિજનમાં પ્રમાણ વધશે અને કાર્બન પ્રિન્ટમાં ઘટાડો થશે તેમ, વન અને…

Read More

કોંગ્રેસના લડાયક અને યુવા ધારાસભ્ય અનંત પટેલ ગમે તે ઘડીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી રાજકીય આગાહી ભાજપના સાંસદ ધવલ પટેલે કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે અનંત પટેલે આ સમગ્ર બાબતને રાજકીય અફવા ગણાવી છે. આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા ફેવરીટ નેતા માનવામાં આવે છે. સમાજનો કોઈપણ મુદ્દો હોય કે સમસ્યા હોય આ બંને નેતાઓની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ બધાં વચ્ચે ભાજપના સાંસદ ધવલે પટેલે એવી આગાહી કરી છે કે, ચૈતર વસાવા કોંગ્રેસના સભ્યોને જ આપામાં ખેંચી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર…

Read More

તાપી જિલ્લાના છેવાડાના ગામો સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના આશય સાથે રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે નિઝર તાલુકાના સાયલા ગામે અંદાજિત રૂપિયા ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર-પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ તકે મંત્રીએ નવા સબ સેન્ટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને ત્યાંની ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. આ કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓની નિયમિત ANC  તપાસ, બિન-ચેપી રોગોની સારવાર અને માર્ગદર્શન, હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન, કુપોષણ નિવારણ માટે બાળકોની ખાસ સંભાળ તેમજ આરોગ્ય વિષયક સામુહિક જાગૃતતા જેવી સુવિધાઓ અને લાભ ગ્રામજનોને મળશે. આ પ્રસંગે મંત્રીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી તેમની સાથે સમૂહ તસ્વીર ખેંચાવી…

Read More

ગુજરાતના ડીજીપી વિકાસ સહાય તારીખ 31 ડિસેમ્બર 2025ના રોજ નિવૃત થયા છે. તેમની જગ્યાએ ડીજીપીનો ચાર્જ સીઆઈડી ક્રાઈમના વડા ડૉ.કે.એલ.એન.રાવને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કે.એલ.એન.રાવ 1992ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. અને તેઓ ગુજરાતના સૌથી સિનિયર પોલીસ અધિકારી છે. જેથી વિકાસ સહાય નિવૃત થતાં તેમને ચાર્જ સોંપવામાં આવ્યો જો કે આગામી દિવસોમાં ડૉ.કે. એલ.એન.રાવને જ ગુજરાતના રેગ્યુલર ડીજીપી બનાવી દેવાય તેવી ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડૉ.કે.એલ.એન રાવને ઈન્ચાર્જ ડીજીપી બનાવાયા હોવાની પહેલી આ ઘટના નથી. ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં રાવ છઠ્ઠા ઉન્ચાર્જ ડીજીપી છે.

Read More

ભારતીય સેનાના કડક નિયમો ઘણીવાર લોકોને વિચારતા કરી દેતા હોય છે.  સૌથી વધુ પૂછાતા પ્રશ્નોમાંનો એક એ છે કે ભારતીય સેનામાં ટેટૂ અને લાંબા વાળ પર પ્રતિબંધ કેમ છે. આ નિયમ ફેશન કે વ્યક્તિગત પસંદગી વિશે નથી, પરંતુ શિસ્ત, આરોગ્ય અને સલામતી વિશે છે. તો ચાલે જાણીએ આ નિયમ વિશે તમામ જાણકારી. ભારતીય સેનામાં ટેટૂ પર પ્રતિબંધ કેમ? ટેટૂ પર પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ આરોગ્ય સલામતી છે. સેના માને છે કે જો ટેટૂ યોગ્ય રીતે વંધ્યીકૃત સોયથી ન બનાવવામાં આવે, તો સૈનિકો HIV, હેપેટાઇટિસ અને ત્વચા ચેપ જેવા ગંભીર રોગોનો ભોગ બની શકે છે. કારણ કે સૈનિકો કઠોર વાતાવરણમાં કાર્ય…

Read More