Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

રાજ્યની જાહેર જનતાને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખૂબ સતર્કતાપૂર્વક કામગીરી કરીને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદ ખાતે આવેલા વિવિધ ૮ જેટલા મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ, સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા, નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ તેમજ એપોલો ફાર્મસી, વેજલપુર અને એપોલો ફાર્મસી, પ્રહલાદનગરનો સમાવેશ થાય છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતાં આ ૮ મેડિકલ સ્ટોર્સ પૈકી ૫ મેડિકલ સ્ટોર્સમાં રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં કફ સીરપ દવાનું…

Read More

રાજધાની દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોનિયા ગાંધીને મતદાર યાદીમાં નામ સામેલ કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોર્ટે ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને દિલ્હી પોલીસને ભારતીય નાગરિકતા મેળવ્યા વિના મતદાર યાદીમાં તેમનું નામ સામેલ કરવા બદલ નોટિસ જારી કરી છે. આ કેસ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા તેમનું નામ નવી દિલ્હી મતદાર યાદીમાં સામેલ હોવાના આરોપ સાથે સંબંધિત છે. કોર્ટ આ કેસની આગામી સુનાવણી 6 જાન્યુઆરી, 2026ના રોજ કરશે તેવી માહિતી જારી કરી હતી. વકીલ વિકાસ ત્રિપાઠીએ કોર્ટમાં સુધારણા અરજી દાખલ કરતા નાગરિકતા વિવાદ ઉભો થયો છે. તેમનો આરોપ છે કે સોનિયા ગાંધીને 30 એપ્રિલ, 1983 ના રોજ ભારતીય નાગરિકતા મળી…

Read More

વ્યારા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને LCBની ટીમે સકંજામાં લીધો છે. એ.એસ.આઈ ધર્મેશભાઈ મગનભાઈ થતાં પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઈ સ્ટીવસનને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વ્યારા તાલુકાના ડોલારા ગામના ત્રણ રસ્તા પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં એટલે કે, ઈ.પી.કો.ની કલમ 406,409,420,34 અને 120 (બી) તથા જી.પી.આઈ.ડી એક્ટ 2003ની કલમ-3 મુજબના ગુનાના કામે સંડોવાયેલો અને નાસતો-ફરતો આરોપી અનિલભાઈ ગમનભાઈ ગામીતને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા શખ્સની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. કામગીરી કરનાર LCB સ્ટાફ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ. ગોહિલ પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચાણી પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી:- એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ એ.એસ.આઈ…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન 7 કરાર કરવામાં આવ્યા છે. આ કરારોમાં હેલ્થકેર, ફૂડ સિક્યોરિટી, જહાજ નિર્માણ, રસાયણો અને ખાતરો અને માઈગ્રેશનના મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ કરારો પરસ્પર ભાગીદારીને પ્રોત્સાહન આપશે અને સંબંધોને મજબૂત બનાવશે. ભારત-રશિયા બિઝનેસ ફોરમને સંબોધતા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેમની ટીમ ફક્ત તેલ અને ગેસ પર ચર્ચા કરવા અથવા સોદા કરવા માટે ભારત આવી નથી. તેઓ ભારત સાથે દરેક ક્ષેત્રમાં સંબંધો અને વેપાર વધારવા માંગે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાનગી વાતચીતમાં કહ્યું છે કે, ભારતમાં ઘણા ક્ષેત્રોમાં પ્રચંડ સંભાવનાઓ છે,…

Read More

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બોર્ડે આ પરીક્ષાના ટાઈમ ટેબલમાં કરેલી ભૂલનું આખરે ભાન થયું છે. શિક્ષણ બોર્ડે 4 માર્ચના રોજ ધુળેટી જેવા જાહેર રજાના દિવસે જે પરીક્ષાનું ટાઈમ ટેબલ ગોઠવ્યું હતું તે ભૂલ સુધારી લેવાઈ છે અને બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના જે પેપર હતા તેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ હવે એ નવી તારીખના આધારે પરીક્ષા આપવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે અંતે ભૂલ સુધારી લીધી છે. બોર્ડે અગાઉ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં લોચો માર્યો…

Read More

વિવાદિત માંડળ ટોલનાકા પાસેથી તાપી LCBએ આઈશર ટેમ્પામાંથી અંદાજે રૂપિયા 71.68 લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાનના ડ્રાઈવરને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે. તમને નવાઈ લાગશે કે, આરોપીએ દારૂના જથ્થાના છુપાવવા માટે આઈશર ટેમ્પામાં લોખંડનું ખાસ બોક્સ બનાવ્યું હતું અને તેમાં વિદેશી દારૂની હેરાફેરી શરૂ કરી હતી. તાપી જિલ્લા એલસીબીનો સ્ટાફ સોનગઢ તરફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે પોલીસકર્મી બીપીન રમેશ અને લેબજી પરબતજીને બાતમી મળી હતી કે, એક આઈશર ટેમ્પામાં વિદેશી દારૂ ભર્યો છે અને તે આઈશર ટેમ્પો માંડળ ટોલનાકા પાસેથી પસાર થવાનો તેવી ચોક્કસ માહિતી મળી હતી. જે બાદ પીઆઇ ડી.એસ.ગોહિલના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવવામાં આવી હતી. બુધવારે…

Read More

સાયબર ફ્રોડના ગુનાના આરોપીને સોનગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી લીધો છે. તારીખ 31/10/2025ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમાં કલમ 66(ડી) મુજબનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં અજાણ્યા આરોપીએ ફરીયાદી સાથે સોશ્યિલ મીડિયાના માધ્યમ ફેસબુક મારફતે આરોપીનો આઈ ફોન વેચવાનો છે તેવી જાહેરાત આપી ફરિયાદી સાથે વાતચિત કરી ફરિયાદી પાસેથી ઓન લાઈનના માધ્યમથી 4,000 મંગાવ્યા હતા. બાદ ફરિયાદીને ફોન ન આપી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી. આ ગુનો ઉકેલી નાખવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.ચૌહાણ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.આર.ચૌધરી, એ.એસ.આઈ માર્મિક હરેશભાઈ, હેડ કોન્સ્ટેબલ દશરથ ભુપતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભેરાભાઈ ચાંપાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીણાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ નાનુભાઈએ આરોપીએ…

Read More

વ્યારા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનાના કામના વોન્ટેડ આરોપીને તાપી SOGએ સકંજામાં લીધો છે. હેડ કોન્સ્ટેબલ દાઉદભાઈ ઠાકોર તથા હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં સંડોવાયેલો આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પરવેઝ ચંન્દ્રસિંગભાઈ વસાવા વ્યારા મિશન નાકાની નહેર પાસે ઉભેલો છે. તેવી બાતમી મળતા આ કામનો વોન્ટેડ આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પરવેઝ ચંન્દ્રસિંગભાઈ વસાવાને સકંજામાં લીધો હતો. પકડાયેલા શખ્સની અટક કરી વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સ પાસેથી કેટીએમ ડૂક મોટર સાઈકલ તેમજ અંદાજે કુલ 52000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:- પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયા…

Read More

સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રાણીઆંબા ગામે ટાંકી ફળિયામાં પાણીની ટાંકીની પાસે મુંબઈથી નિકળતા વરલી મટકાના જુગારના આંકડાનો જુગાર રમતા બે આરોપીઓને કુલ રૂપિયા 72,550ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ઘટનાની વિગત વાર વાત કરીએ તો, તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના માણસો સોનગઢ પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એ.એસ.આઈ જયેશ લીલકીયા, એ.એસ.આઈ જગદીશ જોરારામને ખાનગી રીતે બાતમી મળી હતી કે, રાણીઆંબાના ટાંકી ફળિયામાં પાણીની ટાંકીની પાસે મુંબઈથી નિકળતા વરલી મટકાના હારજીતના આંકડા પર જુગાર રમાડે છે. તેવી બાતમીના આધારે એ.એસ.આઈ જયેશ લીલકીયા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી અજય સુમનભાઈ…

Read More

વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારના સમાચારી ફળિયામાં આવેલા સરકારી આવાસના મકાનના ઓટલા પર રૂપિયા મૂકી હારજીતનો પાનાપત્તાનો જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયા છે. પકાડાયેલા જુગારીઓ પાસેથી અંદાજે રૂપિયા 60,130નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરૂભા તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળતા વાલોડ તાલુકાના સમાચારી ફળીયામાં સરકારી આવાસના મકાનના ઓટલા પર કેટલાક શખ્સો પૈસા વત્તી પાનાનો હારજીતનો જુગાર રમે છે.તેવી માહિતી મળતા એ.એસ.આઈ જયેશ લીલકીયા તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના માણસોએ બાતમીવાળીએ જગ્યાએ રેડ પાડી હતી. પોલીસ પકડમાં આવેલા આરોપીઓ:- પોલીસ પકડમાં આવેલા જુગારીઓ જીતેન્દ્ર કેશરભાઈ રાઠોડ,રહેઠાણ સમાચારી ફળિયું, વાલોડ વિશાલ સુનીલભાઈ રાઠોડ, રહેઠાણ ઈદગાહ ફળિયું,…

Read More