સોનગઢ તાલુકાના રાસમાટી ગામે રહેતા સૂર્યાભાઈ ગામીતનું કાચૂ ઘર વરસાદી વાવાઝોડાથી તૂટી પડતા નિરાધાર બન્યા છે. 65 વર્ષીય વૃદ્ધ ઉમરના લીધે અત્યારે મજૂરી કે કોઈ પણ જાતની કામગીરી કરી કમાણી શકે તેવી સ્થતિમાં નથી. બે દિવસ પહેલા આવેલા વરસાદ અને ભારે પવનના કારણે તેમનું નળિયાવાળું કાચૂ ઘર તૂટી પડતા તેઓ હાલાકી ભોગવી રહ્યા છે. ઘરમાં રહેલી ઘરવખરીને પણ નુકસાન થતાં તેમના માટે ખાવું શું અને પહેરવું શું તેવા અનેક સવાલો દરરોજ ઉઠતાની સાથે તેમને સતાવી રહ્યા છે.

સરપંચ સહિત આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વૃદ્ધની મુલાકાત લઈ પ્રાથમિક સગવડ મળી રહે તેવા પ્રયત્નો કરવા જરૂરી બન્યા છે. ક્યાં તો પછી આકસ્મિક સહાયનો ઉપયોગ કરી વૃદ્ધને રહેવા માટે પાકુ ઘર બનાવી આપવું જોઈએ. જેથી નિરાધાર વૃદ્ધ પોતાનું જીવન જીવી શકે.

અત્યારે તો સ્થાનિક લોકોએ સરકારના પ્રતિનિધિઓ પાસે કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વગર વૃદ્ધને સહાય કરવા માટે જન સેવા એજ પ્રભુ સેવા, ફૂલ નહિં તો ફૂલની પાંખડી ભેગી કરી નિરાધાર વૃદ્ધને મદદ કરવાનું નક્કી કરી લીધું છે. તેના માટે યુપીઆઈ આઈડી સાથે સ્કેનરનો ફોટો વાયરલ કરવામાં આવ્યો છે. નિરાધાર વૃદ્ધને આર્થિક રીતે મદદ કરી શકાય.


