Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

નર્મદા જિલ્લાના ચીકદા તાલુકાના જરગામ ગામેથી માતા અને પુત્રીના મોતની કરુણ ઘટના સામે આવી છે. જશીલાબેન નિતેશભાઈ તડવીએ પોતાની સવા વર્ષની પુત્રી આરોહી સાથે મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ ફરિયાદ મુજબ જશીલાબેને પ્રથમ પોતાની પુત્રીને સાડી વડે ગળેફાંસો આપ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તારીખ 7 જૂનના રોજ ઘરેથી નીકળ્યા બાદ પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. જોકે, બાદમાં માતા-પુત્રીના મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જશીલાબેને આવું પગલું કયા કારણોસર ભર્યું તે…

Read More

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા મથકેથી 1 કિલોમીટર દૂર અક્તેશ્વર ચોકડી પાસે આવેલી “નર્મદા મોટર્સ” શોરૂમમાંથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ફાઈનાન્સ પર લીધા બાદ તમામ ૨૯ હપ્તા સમયસર ચૂકવી દેવા છતાં NOC (No Objection Certificate) ન આપતા સ્થાનિક આદિવાસી ગ્રાહકએ ગ્રાહકસુરક્ષા અને જિલ્લા વહીવટી તંત્ર સુધી ફરિયાદ કરશે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા મથકેથી 1 કિલોમીટર દૂર અક્તેશ્વર ચોકડી પાસે આવેલી “નર્મદા મોટર્સ” શોરૂમમાંથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ફાઈનાન્સ પર લીધા બાદ તમામ ૨૯ હપ્તા સમયસર ચૂકવી દેવા છતાં NOC (No Objection Certificate) ન આપતા સ્થાનિક આદિવાસી ગ્રાહકએ ગ્રાહકસુરક્ષા અને જિલ્લા વહીવટી તંત્ર સુધી ફરિયાદ કરશે. રમણ તડવીએ જણાવ્યું કે, તેમણે ગરુડેશ્વર નજીક અક્તેશ્વર…

Read More

ચિરાગ ગુપ્તા છોટાઉદેપુર છોટાઉદેપુરમાં નગર પાલિકાના પ્રમુખ મંજુલા બેન કિશન ભાઈ (રાઠવા) અનુસૂચિત જનજાતિનો દાખલો બોગસ મેળવીને નગરપાલિકાના પ્રમુખ બનીને સત્તા સંભાળી હતી જેને લઈને છોટાઉદેપુર આદિવાસી યુવા સમિતિ દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 26-4-2026ના રોજ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ સામે આક્ષેપ કરવામાં આવ્યો કે તેઓ રાઠવા જાતિમાં આવે છે અને તેમણે જાતીનું પ્રમાણપત્ર ચૂંટણી લડતી વખતે રજૂ કર્યું હતું. તેમજ વિશ્લેષણ સમિતિમાં ચકાસણી કરવાની જોઈએ જ્યારે તાલુકા પંચાયતમાં પણ જે…

Read More

ચિરાગ ગુપ્તા છોટાઉદેપુર નસવાડી તાલુકા માટે ગૌરવની બાબત છે કે તાલુકાની એકમાત્ર મદની સ્કુલને સરકાર દ્વારા વ્યવસાયલક્ષી (વોકેશનલ) શિક્ષણ શરૂ કરવાની મંજુરી પ્રાપ્ત થઈ છે. આ મંજૂરી મળતા હવે વિદ્યાર્થીઓને પરંપરાગત શિક્ષણની સાથે રોજગારલક્ષી અને કૌશલ્ય આધારિત શિક્ષણ મેળવવાની નવી તક ઉપલબ્ધ થશે. મદની સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક યુગની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વ્યવસાયલક્ષી શિક્ષણની મંજૂરી મળતા વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં પ્રાયોગિક જ્ઞાન, ટેકનિકલ કુશળતા અને સ્વરોજગાર માટે જરૂરી તાલીમ મેળવી શકશે. જેના કારણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય તથા રોજગારીની તકોમાં વધારો થશે. સ્કુલના સંચાલક મંડળ, આચાર્ય તથા શિક્ષકગણે આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું…

Read More

અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્ર સરકારના અહેવાલની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટે એક ઉચ્ચ-પાવર સમિતિ (HPC) ની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અહેવાલમાં ઘણા અગમ્ય મુદ્દાઓ છે, જેના માટે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસની જરૂર છે. સમિતિએ 31 ઓગસ્ટ, 2026 સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવો પડશે. ગયા વર્ષે 29 ડિસેમ્બરે, સુપ્રીમ કોર્ટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC)ના ઓક્ટોબર 2025ના અહેવાલના અમલીકરણ પર રોક લગાવી હતી. કોર્ટે સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા અરવલ્લી પ્રદેશનું નવું વૈજ્ઞાનિક અને પર્યાવરણીય મૂલ્યાંકન કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના જણાવ્યા અનુસાર, અરવલ્લી ઇકોસિસ્ટમ સંબંધિત વિવાદાસ્પદ મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે, તમામ પક્ષો…

Read More

વ્યારા પોલીસ સ્ટેશનમાં પીકઅપ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી લીધો છે. તાપી જિલ્લા એસપી જે.એન.દેસાઈએ તાપી જિલ્લામાં ગુનો આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. જે સૂચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ અને હેડ કોન્સ્ટેબલ નિવોદભાઈ પ્રતાપભાઈને ખાનગી રીતે બાતમી મળતા. વ્યારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કમલ 303(2) મુજબના કામે સંડોવાયેલા શંકમદ ઈસમ અઝીઝ મુખ્તાર મલીક રહેઠાણ ધૂલીયા મહારાષ્ટ્ર આ આરોપી તેના કોઈ કામ અર્થે વ્યારા આવ્યો હોય તેવી માહિતી મળતા તેની તપાસ કરતા આરોપીને વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લેવામાં આવ્યો…

Read More

ફિલિપવસાવા નર્મદા નર્મદાના ચિકદા તાલુકાના તુમડાવાડી ગામની મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાનો સમક્ષ ગામની ગંભીર અને ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી.ધારાસભ્ય ચૈતર વસાવાના સૂચના બાદ ચિકદા તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ રમેશભાઈ વસાવા, ગંગાપુર તાલુકા પંચાયતના સભ્ય જયદીપભાઈ વસાવા તેમજ AAPના યુવા આગેવાન લાલુભાઈ વસાવા સહિતના આગેવાનો ગામે પહોંચ્યા હતા. ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને ધ્યાનમાં રાખી તાત્કાલિક બોરવેલની ગાડી લાવી બોર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે દેશને આઝાદી મળ્યાના 78 વર્ષ પૂર્ણ થયા છતાં તુમડાવાડી ગામ આજે પણ વિકાસની મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ગામમાં પીવાના શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે રમત-ગમતનું મજબૂત માળખું તૈયાર કર્યુ છે અને વિશ્વસ્તરીય સુવિધાઓ ઊભી કરી છે. યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન માટે શક્ય તમામ સુવિધાઓ આપવાનો અમારો સંકલ્પ છે. રાહુલને મળેલી સિદ્ધિ આ પ્રયાસોનું જ પરિણામ છે.” નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વાપીના એક સ્થાનિક મેદાનમાં ખેલાડીઓને તાલીમ લેતા જોઈ ઉત્સુકતાથી શરૂ થયેલી સફર આજે ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ છે. ગુજરાતના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અન્ડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાહુલે દસ ઇવેન્ટની…

Read More

તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીની નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિઝર તથા મામલતદાર, કુકરમુંડા દ્વારા શુક્રવારે કુકરમુંડા તાલુકાના મોજે. જુના પીપલાસ ગામે આવેલ અલ્પેશ બાબુભાઈ પંચાલની રેતીની લીઝ ઉપર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર હાજર વ્યક્તિઓ દ્વારા રેતી સંગ્રહ સંબંધિત જરૂરી કાગળો, રોયલ્ટી પાસ કે અન્ય આધાર-પુરાવા રજૂ કરવા જણાવતાં હાજર લીઝના માણસો દ્વારા રજૂ કરેલ પુરાવાઓ અને સ્થળની વિગતો અલગ જણાઇ આવતા તંત્ર દ્વારા અંદાજિત ૩૦૦ ટન સાદી રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને લીઝના એરિયાની માપણી કરી લીઝનો કોડ તાત્કાલિક અસરથી બંધ કરવા ભૂસ્તર વિભાગને જાણ કરવામાં…

Read More

વ્યારા પોલીસ સ્ટેશનના પાનવાડી ખાતે આવેલા આઈરીઝ પ્લાઝા કોમ્પલેક્ષની પાછળ આવેલી કેનાલ રોડ પર હારજીતનો જુગાર રમતાં ચાર આરોપીઓને કુલ રૂપિયા 68 હજારથી વધુના મુદ્દામાલ સાથે તાપી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ અને હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરૂભાને મળેલી સંયુક્ત બાતમીના આધારે કરવામાં આવી છે. ઘટનામાં અંદાજે ચાર જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા શખ્સોની વધારે તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. તેમની સામે જુગાર ધારાની કલમ 12 મુજબ કાર્યવાહી હાથ ધરાશે. કામગીરી કરનાર સ્ટાફની વિગત:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહિર પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર.પટેલ એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ હેડ…

Read More