વ્યારા પોલીસ સ્ટેશનના પાનવાડી ખાતે આવેલા આઈરીઝ પ્લાઝા કોમ્પલેક્ષની પાછળ આવેલી કેનાલ રોડ પર હારજીતનો જુગાર રમતાં ચાર આરોપીઓને કુલ રૂપિયા 68 હજારથી વધુના મુદ્દામાલ સાથે તાપી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ અને હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરૂભાને મળેલી સંયુક્ત બાતમીના આધારે કરવામાં આવી છે. ઘટનામાં અંદાજે ચાર જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા શખ્સોની વધારે તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. તેમની સામે જુગાર ધારાની કલમ 12 મુજબ કાર્યવાહી હાથ ધરાશે.
કામગીરી કરનાર સ્ટાફની વિગત:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહિર
પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર.પટેલ
એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ
હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરૂભા
હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ
દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.મહત્વનું છે કે, જિલ્લામાં હજુ પણ કેટલીક જગ્યાએ સંતાઈને રમતા જુગારીઓ પર પોલીસે કાર્યવાહી કરવાની જરૂર છે.

