Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    August 30, 2026

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

      August 30, 2026

      વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

      August 29, 2026

      તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

      August 27, 2026

      ગુજરાતમાં અંદાજે 70 ટકા વિસ્તારમાં વરસાદની ઘટથી ખેતી પર સંકટ.!

      August 25, 2026

      બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

      August 23, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026

      વિશ્વ આદિવાસી દિવસની સરકારી ઉજવણી પર બ્રેક, આદિવાસી સમાજમાં રોષ..!

      August 12, 2026

      9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

      August 6, 2026

      Gen-Z સામે સરકાર ઝૂકી..શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું

      July 25, 2026

      દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

      July 14, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ
    ગુજરાત

    વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

    samachar shatakBy samachar shatakMay 30, 2026Updated:May 30, 2026No Comments29 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે રમત-ગમતનું મજબૂત માળખું તૈયાર કર્યુ છે અને વિશ્વસ્તરીય સુવિધાઓ ઊભી કરી છે. યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન માટે શક્ય તમામ સુવિધાઓ આપવાનો અમારો સંકલ્પ છે. રાહુલને મળેલી સિદ્ધિ આ પ્રયાસોનું જ પરિણામ છે.” નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વાપીના એક સ્થાનિક મેદાનમાં ખેલાડીઓને તાલીમ લેતા જોઈ ઉત્સુકતાથી શરૂ થયેલી સફર આજે ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ છે.

    ગુજરાતના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અન્ડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાહુલે દસ ઇવેન્ટની આ કઠિન સ્પર્ધામાં કુલ 7,185 પોઈન્ટ મેળવી ખિતાબ પોતાના નામે કર્યો અને સાથે જ અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો.આ સિદ્ધિ માત્ર રાહુલ માટે જ નહીં પરંતુ ભારતીય એથ્લેટિક્સ માટે પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રદર્શન સાથે રાહુલ એશિયાનાં શ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ બન્યા છે અને વૈશ્વિક ક્રમમાં પણ ટોચના આઠ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે.

    મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના રહેવાસી અને 30 વર્ષ પહેલા વલસાડ જિલ્લાનાં વાપીમાં આવી સ્થાયી થઈ બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારના પુત્ર રાહુલની આ સફળતા પ્રતિભા, સંકલ્પ અને અથાક પરિશ્રમની પ્રેરણાદાયક ગાથા છે. રાહુલ જાખરનાં કોચનાં જણાવ્યા મુજબ, રાહુલની સફળતા પાછળ વર્ષોની મહેનત, વૈજ્ઞાનિક તાલીમ, નિષ્ણાત માર્ગદર્શન અને ગુજરાતમાં વિકસતું રમતગમતનું મજબૂત માળખું જવાબદાર છે.

    હોંગકોંગથી ફોન પર વાત કરતાં રાહુલે જણાવ્યું, “મારી સમગ્ર સફરમાં મને માર્ગદર્શન અને સહયોગ આપનારા મારા તમામ કોચનો હું આભારી છું. ગુજરાત સરકારે ખેલાડીઓને ઉત્તમ સુવિધાઓ અને તકો પૂરી પાડી છે. હવે મારું સ્વપ્ન કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે અને તે માટે હું સતત મહેનત કરતો રહીશ.”

    રાહુલની સિદ્ધિનું મહત્વ સમજાવતા તેમના એક્સપર્ટ એથ્લેટિક કોચ શિવમ ઉપાધ્યાયે જણાવ્યું કે, ડેકાથલોન એ એથ્લેટિક્સની સૌથી કઠિન સ્પર્ધાઓમાંની એક માનવામાં આવે છે, જેમાં ખેલાડીએ 100 મીટર દોડ, લાંબી કૂદ, શોટપુટ, ઊંચી કૂદ, 400 મીટર દોડ, 110 મીટર હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, જેવલિન થ્રો અને 1,500 મીટર દોડ સહિત કુલ દસ ઇવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડે છે.
    તેમણે જણાવ્યું કે, “રાહુલે 7,185 પોઈન્ટ મેળવી રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન કર્યું છે અને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હવે તે અંડર-20 વર્ગમાં ભારતનો રાષ્ટ્રીય રેકોર્ડ તેના નામે છે. તાજેતરમાં ધોરણ 11ની પરીક્ષા પાસ કરનાર રાહુલ હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર (HPC) ખાતે તાલીમ લઈ રહ્યો છે, જ્યાં તેમને અદ્યતન કોચિંગનો સહયોગ મળે છે.

    નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે રાહુલની મહેનત અને રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે કરાયેલા રોકાણના પરિણામે આવી પ્રતિભાઓ વિકસી રહી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે મજબૂત રમતગમત માળખું અને વિશ્વસ્તરીય સુવિધાઓ ઊભી કરી છે. યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન માટે દરેક શક્ય તક આપવાનો અમારો સંકલ્પ છે. રાહુલની સિદ્ધિ આ પ્રયાસોનું જ પરિણામ છે.” શ્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું.

    તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ગુજરાતમાં ચાલી રહેલી તૈયારીઓના ભાગરૂપે વિશ્વસ્તરીય રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જે ભવિષ્યના ખેલાડીઓ માટે લાભદાયી સાબિત થશે.નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર ગુજરાતની અગ્રણી રમતગમત સંસ્થાઓમાંનું એક છે. આ રહેણાંક આધારિત કેન્દ્રમાં 200થી વધુ ખેલાડીઓને વિવિધ રમતોમાં વિશેષ કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ સહાય અને અદ્યતન તાલીમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
    એક સંયોગ જેણે જીવન બદલી નાખ્યું

    રાહુલની એથ્લેટિક્સની સફર એક અણધાર્યા સંયોગથી શરૂ થઈ હતી. થોડાં વર્ષો પહેલાં તે પોતાના પિતા સાથે વાપીમાં સાંજે ફરવા નીકળ્યા હતા ત્યારે તેણે સ્થાનિક મેદાનમાં કેટલાક ખેલાડીઓને તાલીમ લેતા જોયા. ઉત્સુકતાથી તેમણે પૂછ્યું કે તેઓ શું કરી રહ્યા છે.રાહુલ આ પ્રસંગને યાદ કરતાં કહે છે, “ મેદાનમાં દોડતા લોકોએ મને કહ્યું કે તેઓ સ્પર્ધાઓ માટે તૈયારી કરતા એથ્લેટ્સ છે. બીજા જ દિવસે હું પણ એ જ મેદાનમાં દોડવા લાગ્યો. કારણ કે મને પણ એથ્લેટ બનવું હતું.”

    આ પછી રાહુલે પોતાની શાળા વતી ખેલ મહાકુંભમાં ભાગ લીધો અને લાંબી કૂદમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. આ જીતે તેમના મનમાં એથ્લેટિક્સ પ્રત્યેનો જુસ્સો જગાવ્યો અને આ જ ક્ષેત્રે આગળ વધવાનો મક્કમ નિર્ધાર કર્યો. આજે જે કિશોર ક્યારેક મેદાનની બાજુએ ઊભો રહી ખેલાડીઓને જોતો હતો, તે જ એશિયાના વિજેતા મંચ પર ઊભો રહી ભારતીય એથ્લેટિક્સની આશાઓને નવી ઊંચાઈ આપી રહ્યો છે અને ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે.

    ગ્રાસરૂટ્સથી ગ્લોબલ મંચ સુધી:-

    રાહુલ જાખરે પોતાની એથ્લેટિક્સ કારકિર્દીની શરૂઆત બનાસકાંઠા જિલ્લાના ગઢ ખાતે આવેલી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)માં કોચ વિપુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરી હતી. તેમની પ્રતિભાને ઓળખીને વર્ષ 2024માં તેમને નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટરમાં ઉચ્ચ સ્તરની તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા.કોચ શિવમ ઉપાધ્યાય, ધર્મેન્દ્ર પરમાર અને સતેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ રાહુલે ડેકાથલોન અને અન્ય સંયુક્ત ઇવેન્ટ્સમાં સતત ઉત્તમ પ્રદર્શન કર્યું અને ધીમે ધીમે એક આશાસ્પદ એથ્લેટ તરીકે પોતાની ઓળખ ઉભી કરી.

    Decathlon competition Gold medal Indian Athletics
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    August 30, 2026

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025614

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025497
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    By samachar shatakAugust 30, 202644

    તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામે નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું…

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026

    ગુજરાતમાં અંદાજે 70 ટકા વિસ્તારમાં વરસાદની ઘટથી ખેતી પર સંકટ.!

    August 25, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!
    • વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો
    • તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો
    • ગુજરાતમાં અંદાજે 70 ટકા વિસ્તારમાં વરસાદની ઘટથી ખેતી પર સંકટ.!
    • બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
    • તાપી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીની ધરપકડ
    • તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!
    • સોનગઢ: ATMમાં છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, કેવી રીતે કરતા ઠગાઈ જાણો..?
    • ગારખડી ખાતે ઔષધીય વનસ્પતિ અને વિજ્ઞાન આધારિત વિજ્ઞાન મેળો યોજાયો
    • ધરમપુરમાં આદિવાસી સમાજની રાજા રજવાડા સમયની ‘‘નાળિયેર ટપ્પા’’ની રમત આજપર્યંત જીવંત
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    August 30, 2026

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025614
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.