વ્યારા પોલીસ સ્ટેશનમાં પીકઅપ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી લીધો છે. તાપી જિલ્લા એસપી જે.એન.દેસાઈએ તાપી જિલ્લામાં ગુનો આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. જે સૂચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ અને હેડ કોન્સ્ટેબલ નિવોદભાઈ પ્રતાપભાઈને ખાનગી રીતે બાતમી મળતા.
વ્યારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કમલ 303(2) મુજબના કામે સંડોવાયેલા શંકમદ ઈસમ અઝીઝ મુખ્તાર મલીક રહેઠાણ ધૂલીયા મહારાષ્ટ્ર આ આરોપી તેના કોઈ કામ અર્થે વ્યારા આવ્યો હોય તેવી માહિતી મળતા તેની તપાસ કરતા આરોપીને વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલો હોવાની કબુલાત કરી હતી. આ ઘટનામાં અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે પકડાયેલા શખ્સ સામે અંદાજે નવ જેટલા અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ પૂછપરછમાં અન્ય પણ ગુનાઓની કબૂલાત કરે તેવી શક્યતાઓ છે.

