ગુજરાતમાં ધોરણ ૧૦નું ૮૩.૮૬ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ધોરણ ૧૦નું છેલ્લા ૩૨ વર્ષમાં સૌથી ઊંચું ૮૩.૮૬ ટકા પરિણામ..આ વર્ષથી ઈમ્પ્રુવમેન્ટ એક્ઝામના કારણે વિદ્યાર્થીઓને બીજી તક મળશે. જેમાં વિદ્યાર્થીઓ ઈચ્છે તો બીજી ટેસ્ટ પણ આપી શકે છે. બે પ્રયાસો પૈકી બેસ્ટ ઓફ ટુ પ્રમાણે રિઝલ્ટ ફાઈનલ ગણાશે. ખાસ કરીને રાજ્યમાં સૌથી વધુ પરિણામ ગાંધીનગરના આજોલ કેન્દ્રનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.
સૌથી ઓછું પરિણામ દાહોદના મૂનખોસલા કેન્દ્રનું ૩૩.૭૪ ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ નર્મદા જિલ્લાનું ૯૦.૮૫ ટકા પરિણામ..સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું ૭૬.૪૨ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૧૬૯૭ શાળાઓમાં ૩૯ શાળાઓનું ઝીરો પરિણામ આવ્યું છે. A1 ગ્રેડ ૩૫૫૦૮ વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો.ગત વર્ષ કરતા ૭૪૫૩ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવનાર વધ્યા છે.દીકરીઓનું પરિણામ ૮૮.૨૮ ટકા જ્યારે દીકરાઓનું ૮૦.૧૨ ટકા પરિણામ આવ્યું છે.
દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતાં ૮.૧૬ ટકા વધુ આવ્યું.અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૨.૫૦ ટકા આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૮૨.૬૭ ટકા આવ્યું છે.બેઝિક ગણિતના પેપરમાં સૌથી વધુ ૧ લાખ ૬ હજાર ૫૦૪ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.વિજ્ઞાનમાં ૯૪૬૪૫, ગુજરાતીમાં ૪૯૩૨૧ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.અંગ્રેજીમાં ૪૪૪૮૨ વિદ્યાર્થીઓ, સોશિયલ સાયન્સમાં ૪૪૨૨૯ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં ૧૦૯ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. નાપાસ થયેલા ફરીથી પરીક્ષા આપી શકે તે માટે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર અપટેડ જોઈ શકાય છે.

