ગુજરાત રાજ્યના DGP જી.એસ.મલિક દ્વારા ગુજરાત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, દરરોજ બે કલાક ફરજિયાત નાગરિકોને સાંભળવા માટે પોલીસ અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને પોલીસ કમિશ્નરથી લઈ PI સુધીના અધિકારીઓને આ આદેશ કરવામા આવ્યો છે. આ ઉપરાંત લોકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિકાલ કરવા આદેશ કરાયો છે. સ્થાનિક અરજદારોને સાંભળી પ્રશ્નોના 15 દિવસમાં નિકાલ કરવા સૂચના આપવામા આવી છે. આર્થિક ગુનાઓ, પારિવારિક વિવાદ અને ભ્રષ્ટાચાર સંબંધિત અરજીઓનો 6 અઠવાડિયામાં નિકાલ કરવા ખાસ સૂચના આપવામા આવી છે.
ઉચ્ચ અધિકારીઓ સવારે 12થી 2 વાગ્યા સુધી મુલાકાતીઓને સાંભળશે ?
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સવારે 12થી 2 વાગ્યા સુધી મુલાકાતીઓને સાંભળશે. જેમાં PI અને થાણા અમલદારો સાંજે 4થી 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે. અરજદારોને ગાંધીનગર કે ઉચ્ચ કચેરીઓ સુધી ધક્કા ન ખાવા પડે તે માટે આ નિર્ણય અને આદેશ કરવામાં આવ્યો છે. અરજીની તપાસમાં સંજ્ઞેય ગુનો જણાય તો તાત્કાલિક FIR નોંધવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક કચેરીમાં અરજદારોની વિગતો માટે રજિસ્ટર રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યના DGP દ્વારા ગુજરાતના દરેક જિલ્લાના પોલીસ અધિકારીઓને આ આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ આ આદેશનું પાલન કેટલું અધિકારીઓ કરે છે તે મહત્વનું છે.

