સોનગઢ નગરપાલિકા દ્વારા હાલમાં ખાડી સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું.જેમાં સોનગઢ નગરપાલિકા વોર્ડ નંબર સાતમાં બીજા વોર્ડથી જંમ્પ કરીને આવેલા એક કોર્પોરેટરે કોન્ટ્રાક્ટર પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાંથી 80,000 રૂપિયા લીધા હોવાના પાકા પુરાવા સામે આવ્યા છે. ખાડી સફાઈની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરનાર કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવશે કે કેમ તેને લઈ અનેક સાવલો ઉઠી રહ્યા છે. સતત વિકાસના પંથે આગળ વધી રહેલી સોનગઢ નગરપાલિકામાં સ્વિમિંગ પૂલનું કામ હોય, પાણીની ટાંકીનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય કે સ્વચ્છતાનું કામ હોય, દરેક કામ હાલમાં આવેલી નવી બોડીના પ્રમુખ કારોબારી અધ્યક્ષ ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના અધ્યક્ષ સારી રીતે કરી રહ્યા છે.
સોનગઢ નગરપાલિકાને અત્યારે ખૂબ સારા ચીફ ઓફિસર પણ મળ્યા છે.પરંતુ જેમ તળાવની એક ગંદી માછલી આખું તળાવ બગાડે છે અને ટોપલીમાંનું એક ખરાબ ફળ આખી ટોપલીના ફળ બગાડે છે. તેમ સોનગઢ નગરપાલિકામાં હાલ ચૂંટાયેલા ભાજપના તમામ કોર્પોરેટરોમાં એક કોર્પોરેટર એવો છે જે દરેક વસ્તુમાં કટકી કાઢી રહ્યા છે. આ બધાં વચ્ચે તેમણે ખાડી સફાઈના કામમાં પણ એક લાખ રૂપિયાની માંગણી કોન્ટ્રાક્ટર પાસે કરી હતી અને છેલ્લે ૮૦ હજાર રૂપિયા લીધા હોવાની ચર્ચા છે. જેના પાક્કા પુરાવા પણ સામે આવ્યા છે. આવા ભ્રષ્ટાચારી કોર્પોરેટરના કારણે આખી નગરપાલિકા બદનામ થઈ રહી છે તો બીજી તરફ સવાલ એ પણ છે કે, આ ભ્રષ્ટાચારી કોર્પોરેટર પણ કાર્યવાહી કરવામાં આવશે કેમ..?
80 હજાર રૂપિયા લીધાના પુરાવા સામે આવ્યા
મત્વનું છે કે કોન્ટ્રાક્ટર પાસેથી કોર્પોરેટરે કામના બદલામાં 80 હજાર લીધાન પુરાવા મીડિયા પાસે છે. સાથે જ ભ્રષ્ટાચાર વિરોધી ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી કોર્પોરેટર પર કાર્યવાહી કરશે ખરી.? પાલિકાના પ્રમુખ અને ભ્રષ્ટાચારી કોર્પોરેટર એકજ સમાજના હોવાથી સમગ્ર મામલો રફેદફે કરી દેવામાં આવશે કે કેમ તને પણ લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

