આમ આદમી પાર્ટી, તાપી જિલ્લાના ઉપપ્રમુખ એડ. જિમ્મી પટેલ દ્વારા ડોલવણ ચાર રસ્તા (NH-56) ખાતે ચોમાસા દરમિયાન ડિમોલિશનની કાર્યવાહી સ્થગિત રાખી ચોમાસા બાદ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ અનુસૂચિત (પાંચમી અનુસૂચિ) વિસ્તારના સ્થાનિક લોકોના હિતોનું રક્ષણ કરવા અંગે જનહિતમાં રજૂઆત કરવામાં આવી હતી.આ રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર, તાપીએ અરજી NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટરને જરૂરી કાર્યવાહી અને વિચારણા માટે મોકલી છે.
એડ. જિમ્મી પટેલે જણાવ્યું કે ચોમાસા દરમિયાન ડિમોલિશનથી સ્થાનિક વેપારીઓ અને આદિવાસી પરિવારોની આજીવિકા પર ગંભીર અસર થઈ શકે છે. તેથી માનવતાના ધોરણે ચોમાસું પૂર્ણ થયા બાદ જ કાયદેસરની પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જનહિતના મુદ્દે આગળ પણ જરૂરી રજૂઆતો ચાલુ રહેશે.


