Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

      October 4, 2026

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

      September 25, 2026

      સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

      September 25, 2026

      માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

      September 21, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

      September 29, 2026

      પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત

      September 20, 2026

      કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?

      September 13, 2026

      ચૈતર વસાવાને હાઈકોર્ટથી વધુ એક ઝટકો, પેરોલ અરજી પરત ખેંચી

      September 1, 2026

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ગુજરાત પોલીસને મળ્યું આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ‘અભિરક્ષક’ વિહિકલ
    ગુજરાત

    ગુજરાત પોલીસને મળ્યું આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ‘અભિરક્ષક’ વિહિકલ

    samachar shatakBy samachar shatakAugust 5, 2025Updated:August 5, 2025No Comments26 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય તેવા હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન “અભિરક્ષક” વિહિકલ ખરીદ્યાં છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ સ્પેશ્યલ પર્પઝ વિહિકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લાઓ પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે.

    અકસ્માતની ઘટના સમયે કામ આવશે અભિરક્ષક:-

    આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રેસ્પોન્સ આપશે અને “ગોલ્ડન અવર્સ” દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનના અંદર ફસાઈ ગઈ હોય અથવા એવા કોઈ સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય. આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીંચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યાવસાયિક સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઈટિંગ સિસ્ટમ અને જનરેટર પણ આ વાહનમાં ઉપલબ્ધ છે.

    ઓક્સિજન બોટલ સિવાય 32થી વધારે રેસ્ક્યુ ટૂલ્સ:-

    નાઈટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ લાઈટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ અભિરક્ષકમાં ઉપલબ્ધ છે. આ વાહનની બોડી તેમજ એન્ટ્રી-એક્ઝિટ ડિઝાઈન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે, જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે. અભિરક્ષક એક એવી પહેલ છે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસની તત્પરતાને દર્શાવે છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વિહિકલ તૈનાત કરવાનું આયોજન છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ.

    ‘Guardian’ vehicle Gujarat Police Technological equipment
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025500
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    By samachar shatakOctober 4, 202659

    તાપી વ્યારાના ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અંદાજે 40 હજારથી વધારે રૂપિયાનો…

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026

    સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા

    September 25, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો
    • Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!
    • સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા
    • સુરત સુમુલ ડેરીના નવા સુકાનીઓ જાહેર, કાંતિ ગામીત પ્રમુખ બન્યા
    • માંડળ ટોલનાકા વિસ્તારમાંથી 12 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
    • પહેલી ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ગેસ માટે બાયોમેટ્રિક ફરજિયાત
    • ગુજરાતમાં આગામી 24 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની આગાહી
    • ડોલવણના ઉમરકચ્છ ગામેથી બાઈક ચોરનાર ઝડપાયો
    • કરોડપતિ લોકો તેમના પૈસા કેવી રીતે મેનેજ કરે છે ?
    • સોનગઢમાં મજૂરીના બહાને ઘરફોડ ચોરી કરતા બે વોન્ટેડ આરોપી ઝડપાયા
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMCએ વરલી મટકાનો જુગાર ઝડપ્યો

    October 4, 2026

    Mr.Beast એક વર્ષમાં YouTubeમાંથી 732 કરોડ કમાવે છે..!

    September 29, 2026

    સોનગઢ: રાસમાટી ગામે વૃદ્ધનું કાચુ ઘર તૂટી પડતા વૃદ્ધ નિરાધાર બન્યા

    September 25, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,046

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025698

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025615
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.