Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

      February 28, 2026

      કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

      February 27, 2026

      સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

      February 27, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !

      February 25, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

      February 28, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!

      February 19, 2026

      ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇ

      February 18, 2026

      T20 વર્લ્ડ કપમાં ઈશાનનો ચાલ્યો જાદૂ,પાકિસ્તાનને હરાવ્યું

      February 15, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ગુજરાત વિધાનસભાના સાતમાં સત્રમાં પાંચ વિધેયક રજૂ કરાશે
    ગુજરાત

    ગુજરાત વિધાનસભાના સાતમાં સત્રમાં પાંચ વિધેયક રજૂ કરાશે

    samachar shatakBy samachar shatakSeptember 3, 2025No Comments0 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. આ ત્રણ દિવસની સંભવિત કામગીરી સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,તા. 8 મી ના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. તારીખ ૯ અને ૧૦ ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત ૫(પાંચ) વિધેયક રજૂ કરાશે. ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.

    વધુ વિગતોમાં તેમણે કહ્યું કે, સત્ર દરમિયાન કુલ પાંચ વિધેયક રજૂ કરાશે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’, નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, ૨૦૨૫’, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક’, ૨૦૨૫ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, ૨૦૨૫’ અને ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે.

    વિધેયકની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારની વધુ તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે કામદારો માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આવશ્યક લાભો-સુરક્ષાના પગલાંઓ સબંધી કાયદાકીય જોગવાઈઓ કરીને કામના કલાકોમાં સુધારા લાવવા માટે પગલાં લેવા જરૂરી હોઇ વટહુકમ લાવવામાં આવ્યો હતો. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે.

    વધુમાં, પ્રવક્તા મંત્રીએ કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (GGST Act) ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્યો છે. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા આ વિધેયક લાવવામાં આવશે.

    આ ઉપરાંત ઉદ્યોગોમાં વ્યવસાય પ્રક્રિયાના પુનઃનિર્માણને પ્રોત્સાહન મળે અને લોકોના જીવનની સરળતામાં સુધારો થાય તે હેતુથી રાજ્ય સરકાર કાનુની નિયમનોને સરળ બનાવવા, ડિજિટાઇઝેશન અને તર્કસંગત બનાવવા જેવા શ્રેણીબદ્ધ પગલાં લેવા માટે તત્પર છે. જે અંતર્ગત સરકાર સરકાર જીવન અને વ્યવસાયોને સરળ બનાવવા અને કોર્ટ પરનો કેસોનો ભારણ ઘટાડવા માટે ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરશે.

    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્યમાં આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનરોની પ્રેક્ટિસ-નોંધણીની નિયમનકારી સંસ્થાને સ્ટેટ મેડિકલ કાઉન્સિલ ફોર આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન તરીકે ઓળખવામાં આવશે. જેથી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, ૧૯૬૩માં “બોર્ડ” શબ્દને બદલે “કાઉન્સિલ” શબ્દનો ઉપયોગ કરીને યોગ્ય સુધારા લાવવા જરૂરી છે. જેના ભાગરૂપે ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, ૨૦૨૫’ લાવવામાં આવશે.

    તદુપરાંત રાજ્ય સરકારે રાજ્યમાં ક્લિનિકલ સંસ્થાઓની નોંધણી અને નિયમન માટે ગુજરાત ક્લિનિકલ સ્થાપના (નોંધણી અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧ લાગુ કર્યો છે. રાજ્યભરમાં આ કાયદાનો અસરકારક અમલ થાય તે માટે કાયદા દ્વારા ફરજિયાત નોંધણી માટે ક્લિનિકલ સંસ્થાઓને વધુ વ્યાજબી સમય પૂરો પાડવો જરૂરી માનવામાં આવે છે. જે અંતર્ગત ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    Five bills will be introduced. Gujarat Legislative Assembly Spokesperson Minister Hrishikesh Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026

    સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

    February 27, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025568

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025478
    Don't Miss
    દેશ-વિદેશ

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    By samachar shatakFebruary 28, 202679

    શનિવારે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઇરાનની રાજધાની તેહરાન પર હુમલો કર્યો. આ પછી, સમગ્ર…

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026

    સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

    February 27, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!
    • કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’
    • કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો
    • સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા
    • દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર
    • વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !
    • વાલોડ પોલીસે સગીરાનું શોષણ કરનારનો જાહેરમાં વરઘોડો કાઢ્યો
    • 24 કલાકમાં હવામાન વિભાગે પવન અને ધોધમાર વરસાદની આગાહી કરી!
    • ભાગીને લગ્ન કરનારા માટે ગુજરાત સરકારનો નવો નિયમો
    • ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025568
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.