સોનગઢ તાલુકાનું વિભાજન કરી ઉકાઈને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. ઉકાઈ તાલુકામાં દુમદા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી દુમદા ગામના લોકો દ્વારા દુમદા ગામને સોનગઢ તાલુકમાં જ રાખવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. દુમદા ગામ સોનગઢ શહેરને અડીને આવેલું હોવાથી તેમજ સોનગઢથી બે કિલોમીટરના અંતરે આવેલું હોવાથી લોકોને અવર-જવર તથા ધંધા રોજગાર અને સરકારી કામકાજ તથા પોલીસ સ્ટેશનને લાગતી કામગીરી સરળ રહે છે. આ ઉપરાંત સમય અને આર્થિક રીતે પૈસાનો બચત થતી હોવાથી દુમદા ગામને ઉકાઈ તાલુકામાં નહી પણ દુમદા ગામને સોનગઢ તાલુકામાં રાખવામાં આવે તે માટે રજુઆત કરાઈ છે.
જો દુમદા ગામને ઉકાઈ તાલુકામાં સમાવેશ કરવામાં આવે તો, દુમદા ગામથી 8થી 10 કિલોમીટર દૂર જેવું પડે તેમ છે. તેમજ સામાન્ય વર્ગને પણ તકલીફ પડે એમ છે. સમય અને આર્થિક રીતે પણ નુકસાન, સરકારી કામગીરીમાં અને રેગ્યુલર કામગીરીમાં રૂટીન ખોરવાતું હોવાથી દુમદા ગામને ઉકાઈ તાલુકામાં વિભાજન નહીં પણ દુમદા ગામને સોનગઢ તાલુકામાં જ રાખવામાં આવે તેવી રજૂઆત દુમદા ગામના લોકો દ્વારા આવેદન આપી કરવામાં આવી હતી.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
દુમદા ગામને સોનગઢ તાલુકામાં જ રાખવામાં આવે તેવી ગામલોકોની માંગ
samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

