ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક વધતાં ડેમની સપાટી ભયજનકે પહોંચી ગઈ છે… ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં ડેમમાં 2.77 લાખ ક્યૂસેક પાણીની આવક થવા પામી છે. ડેમમાં પાણીનો સતત વધતાં ડેમમાંથી 1.72 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની જળસપાટી 344.34 ફૂટે પહોંચી જ્યારે કે ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાંથી પાણી છોડતા તાપી નદી બે વહી રહી છે.
સુરતની તાપી નદી બે કાંઠે:-

ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતાં ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સુરત શહેરના તમામ ઓવારા કિનારા પર પાણી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તાપી નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. પાણીનો પ્રવાહ વધતાં ડેમની 12 જેટલી બારીઓ 7 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. જો વધારે પાણીનો પ્રવાહ વધે તો ફરી વધારે બારીઓ ખોલવી પડે તેવી શક્યતાઓ છે.

