મહારાષ્ટ્ર અને કર્ણાટકની એક-એક બેઠકમાંથી વોટ ચોરી શોધી કાઢ્યા બાદ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા મુદ્દાને અસરકારક રીતે જનતા સમક્ષ લઈ જવા માટે કોંગ્રેસ પાર્ટીએ કમર કસી છે. આ બધાં વચ્ચે તાપી જિલ્લાના ૨૪ વડપાડા-નેસુ જિલ્લા પંચાયત સમાવિષ્ટ વિવિધ ગામો જેમ કે ભીંતબુદ્રુક, માણેકપુર, સુંદરપુર, જુની કાચલી ભીંતખુર્દ વડપાડાભીંત રાવજીબુંદા, વડપાતલ હરીપુર, વડદેખુર્દ, કમલાપુર, જામલી, મોગલબારા, સસા, લીંબાસોટી, પેથાપુર, નુરાબાદ, ખાબદા, બાબરઘાટ, મોવલીપાડા, વડપાડા નેસુ ગામોમાં રાહુલ ગાંધીજીની આ ઝુંબેશને સમર્થન આપવા લોકો પાસે સહી કરાવી જાગૃત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને લોકોને વોટ ચોરી મુદ્દે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ગામીત, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી, રીમુભાઈ ગામીત, મંડલ પ્રમુખ વિનોદભાઈ ગામીત,યુથ કોંગ્રેસ પ્રમુખ મધુરભાઈ ગામીત, ઉચ્છલ APMCના ચેરમેન સમીરભાઈ વસાવા ઉચ્છલ તાલુકા વિરોધ પક્ષ નેતા મહેશભાઈ વળવી, ઉચ્છલ તાલુકા પંચાયત સદસ્ય વિવેક પાડવી, માજી સરપંચ સુરેશભાઈ, સંદીપભાઈ સહીત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.


