તાપી SOGએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.પી.ગરસીયા તથા એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ હેડ કોન્સ્ટેબલ શરદ સુરજી વળવી પોલીસ કોન્સ્ટેબલ વિપુલ રમણ, નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસમાં હતા. આ દરમ્યાન એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ તથા હેડ કોન્સ્ટેબલ શરદ સુરજી વળવીને સંયુક્ત રીતે ખાનગી બામતી મળી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનના NDPS એક્ટ 8(સી) 20(બી)(2)(બી) 29 મુજબના કામે સંડોવાયેલો વોન્ટેડ આરોપી તાલીફશા મુસાશા ફકીર વ્યારાના મગદુમનગર દાદજી સર્કલ પાસે ઊભેલો હોવાની બાતમીના આધારે વ્યારા મગદુમનગર દાદાજી સર્કલ પાસેથી ભેજાબાજ શખ્સ અને વોન્ટેડ આરોપી તાલીફશા મુસાશા ફકીરને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની વધારે તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યાં તપાસમાં અન્ય પણ ગુનાઓની કબુલ કરે તેવી શક્યતાઓ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
કે.જી.લીંબાચીયા પોલીસ ઈન્સ્પેક્ટર S.O.G
પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.પી ગરસીયા,S.O.G
એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ
હેડ કોન્સ્ટેબલ શરદ સુરજીભાઈ
પોલીસ કોન્સ્ટેબલ વિપુલ રમણભાઈ
આ તમામ S.O.G શાખાના માણસોએ વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલના પાંજરે પૂરી દીધો છે.

