તાપીના મીરકોટ ગામની સીમમાં અકસ્માતની ઘટનામાં દંપતીનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે. સુરત ધુલિયા નેશનલ હાઈવે રોડ પર આવેલા મીરકોટ ગામની સીમમાં ટેમ્પા ચાલકને અકસ્માત નડ્યો હતો. ટેમ્પો ચાલક હરીશ કોંકણી અને તેમના ધર્મે પત્ની મહારાષ્ટ્રના નવાપુરમાં શાકભાજી લેવા જતા હતા ત્યારે હાઈવે પર ઊભેલી ટ્રક સાથે ટેમ્પો ભટકાવી દેતા ગમ્ખવાર અકસ્માત થયો હતો.
ઘટનમાં પતિ-પત્નીનું મોત:-
ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ટેમ્પોમાં સવાર પતિ-પત્નીનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પત્નીને સારવાર માટે વ્યારા હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત નિપજ્યું હતું.
ગમખ્વાર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા…..
તાપી: ઉચ્છલના વડપાડા પાસે ગમખ્વાર અકસ્માત
ગંભીર અકસ્માતમાં પતિ-પત્નીનું કરૂણ મોત નિપજ્યું
ધુલિયા-સુરત નેશનલ હાઈવે પર બન્યો હતો બનાવ
અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા pic.twitter.com/Ay7ZYFh5PA— deniyel_Deni (@deniyel007) October 23, 2025
ત્રણ બાળકો નિરાધાર બન્યા:-
અકસ્માતની ઘટનામાં પતિ-પત્નીનું મોત થતાં ત્રણ બાળકો નિરાધાર બન્યા છે. બાળકોના માતા-પિતા આજુબાજુના ગામડાઓમાં શાકભાજીનું વેચાણ કરી જીવન જીવતા હતા. પરંતુ અકસ્માતમાં મોત થતાં બાળકોએ માતા-પિતાની છત્ર છયા ગુમાવી દીધી છે. ઘટનાની જાણ ઉચ્છલ પોલીસને થતાં ઉચ્છલ પોલીસના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી હતી.



