સુરત રેન્જ આઈજી દ્વારા નિઝર ડિવિઝનનું વાર્ષિક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. 22/03/2024થી નિઝર ડિવિઝન નવું ખોલવામાં આવ્યું હતું. જેનું પ્રથમ વાર્ષિક ઈન્સ્પેક્શન પ્રેમ વીર સિંહ સુરત વિભાગ દ્વારા તારીખ 19/11/2025ના રોજ કરવામાં આવ્યું હતું. આઈપીએસ પ્રેમ વીર સિંહ કુકરમુંડા ખાતે રાત્રી રોકાણ કરી ઈન્સ્પેક્શનનું કાણ પૂર્ણ કર્યું હતું.
જે બાદ તાપી જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિરોધી પ્રવૃતિઓ કરતા ઈસમો અને હથિયાર ધારા, એન.ડી.પી.એસ. એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, બનાવટી ચલણી નોટના કેસ, ટાડા,પોટા, મકોકા તેમજ યુ.એ.પી.એ જેવા કેસો તથા પેટ્રોલિયમ ધારાના કેસોમાં સંડોવાયેલા આરોપીઓ તથા ભૂતકાળમાં આચરેલા ગુનાઓનું રિવ્યુ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સાયબર ક્રાઈમને લાગતા ગુનાઓનું ડિટેક્શન વધારવા સૂચનાઓ આપવામાં આવી હતી. લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા આંગડીયા પેઢી લુંટનો અનડીટેક્ટ ગુનો અને સાબય ક્રાઈમ પોલીસ દ્વારા ફ્રોડના બે અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા બદલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવ્યું હતું.



