ફિલિપ વસાવા, ઉમરપાડા
મિશન લાઈફ સેમિનાર અને વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત તારીખ 28/11/2025ના રોજ બારડોલીની જે. એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના મુખ્ય અતિથિ તરીકે ગીતાબેન જે. ભામાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આહારમાં મીલેટસના મહત્વ અને તેના મૂલ્યવર્ધન વિશે વિસ્તૃત માહિતીથી લોકોને માહિતગાર કર્યાં હતા.
કાર્યક્રમમાં સખી મંડળીની બહેનો, icdsની બહેનો અને મિશન મંગલમ્ સ્ટાફ હાજર રહ્યો હતો. icdsની બહેનો દ્વારા વિવિધ વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મિશન લાઈફ કાર્યક્રમમાં આવેલા તમામ લોકોએ મીલેટસ્ આધારિત બનાવેલી અલગ-અલગ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.


