સાયબર ફ્રોડના ગુનાના આરોપીને સોનગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી લીધો છે. તારીખ 31/10/2025ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમાં કલમ 66(ડી) મુજબનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં અજાણ્યા આરોપીએ ફરીયાદી સાથે સોશ્યિલ મીડિયાના માધ્યમ ફેસબુક મારફતે આરોપીનો આઈ ફોન વેચવાનો છે તેવી જાહેરાત આપી ફરિયાદી સાથે વાતચિત કરી ફરિયાદી પાસેથી ઓન લાઈનના માધ્યમથી 4,000 મંગાવ્યા હતા. બાદ ફરિયાદીને ફોન ન આપી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી. આ ગુનો ઉકેલી નાખવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.ચૌહાણ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.આર.ચૌધરી, એ.એસ.આઈ માર્મિક હરેશભાઈ, હેડ કોન્સ્ટેબલ દશરથ ભુપતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભેરાભાઈ ચાંપાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીણાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ નાનુભાઈએ આરોપીએ વાપરેલા મોબાઈલ નંબરની કોલ ડિટેલ-બેન્ક ખાતા નંબરની માહિતીના આધારે તેમજ ટેક્નિકલ એનાલીસીસના આધારે સાઈબર ફ્રોડ કરનારો આરોપી રવિભાઈ ધનજીભાઈ ચૌહાણને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા ભેજાબાજ શખ્સની સામે અમદાવાદ શહેર, અરવલ્લી, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી પોલીસ સ્ટેશનમાં કુલ અંદાજે 9 જેટલી ફરિયાદ નોંધાયેલી છે. અને હાલમાં સદર ગુનાની આગળની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ. ચૌહાણ કરી રહ્યા છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
એન.એસ. ચૌહાણ પોલીસ ઈન્સ્પેક્ટર
પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી દેસાઈ
પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર.ચૌધરી
એ.એસ.આઈ માર્કિક હરેશભાઈ
હેડ કોન્સ્ટેબલ દશરથ ભુપતભાઈ
પોલીસ કોન્સ્ટેબલ ભેરાભાઈ ચાંપાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ઝીણાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ નાનુભાઈ
આ તમામ પોલીસના સ્ટાફે સાયબર ફ્રોડના આરોપીને ઝડપી પાડી વિવિધ સોશ્યિલ મીડિયા દ્વારા લોકો સાથે ઠગાઈનો ખેલ ખેલનારા આરોપીને જેલના હવાલે કરી દીધો છે. પોલીસ તપાસમાં અન્ય પણ ગુનાઓ સામે આવે તેવી પૂરી શક્યતાઓ આરોપીએ આચરેલા ગુનાઓ પરથી લાગી રહ્યું છે.


