કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રામદેવ હોટલ પર પાર્ક કરેલી ટ્રકમાંથી ડીઝલની ચોરી કરનાર આરોપીઓને તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ તથા તાપી પેરોલ ફર્લો સ્કોર્ડે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. થોડા સમય પહેલા કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબનો ગુનો નોધાયો હતો. રાત્રીના સમયે કટાસવાણ ગામની સીમમાં આવેલી રામદેવ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા બે ટ્રેલરમાંથી કોઈ અજાણ્યા ઈસમો 410 લીટર ડીઝલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બનાવ અંગે LCB શાખાના હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી અગાઉ ડીઝલ ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી અશ્વિન ઉર્ફે ડેબો નવીનભાઈ ગામીત સંડોવાયેલ છે. તેવી ચોક્કસ બાતમીના આધારે અશ્વિન ઉર્ફે ડેબો નવીનભાઈ ગામીતને શોધી તેની પૂછપરછ કરતા તેણે ડીઝલ ચોરી કર્યું હોવાનું જણાવ્યું હતું. અશ્વિનની સાથે અન્ય એક આરોપી એટલે કે, સાવન અરવિંદભાઈ ગામીતને પણ પોલીસે ઝડપી પાડી આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની વધારે કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલ.સી.બી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચણી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા
એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ
એ.એસ.આઈ ધર્મેશભાઈ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવન્સ ભાઈ
ડ્રા.એ.એસ.આઈ કિરણભાઈ વેચીયાભાઈ

