તાપી ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ક્રેટા કારમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે.એ.એસ.આઈ બીપીન અને હેડ કોન્સ્ટેબલ લેબજીને ખાનગી રીતે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના નવાપુર તરફથી એક સફેદ કલરની ક્રેટા કાર જેનો નંબર GJ-08-CC-5529માં ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી કાર વ્યારા તરફ આવી રહી છે. તેવી બાતમીના આધારે પેટ્રોલીંગમાં હતા ત્યારે વ્યારા ટીચકપુરા બાયપાસ હાઈવે રોડ પર પહોચતા હકીકત વાળી ક્રેટા કાર પાસ થતા તેનો પીછો કરતા ક્રેટાનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. કારમાં અંદર તપાસ કરતા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો અંદાજે 13,8,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા ક્રેટા ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચાણી
પોલીસ ઈન્સ્પેકટર જે.બી.આહીર
એ.એસ.આઈ બીપીન રમેશભાઈ
હેડ કોન્સ્ટેબલ લેબજી પરબતજી
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ખુશાલભાઈ
અરૂણભાઈ જાલમસિંગભાઈનો સમાવેશ થાય છે


