ગુજરાતના ડીજીપી વિકાસ સહાય તારીખ 31 ડિસેમ્બર 2025ના રોજ નિવૃત થયા છે. તેમની જગ્યાએ ડીજીપીનો ચાર્જ સીઆઈડી ક્રાઈમના વડા ડૉ.કે.એલ.એન.રાવને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કે.એલ.એન.રાવ 1992ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. અને તેઓ ગુજરાતના સૌથી સિનિયર પોલીસ અધિકારી છે.
જેથી વિકાસ સહાય નિવૃત થતાં તેમને ચાર્જ સોંપવામાં આવ્યો જો કે આગામી દિવસોમાં ડૉ.કે. એલ.એન.રાવને જ ગુજરાતના રેગ્યુલર ડીજીપી બનાવી દેવાય તેવી ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડૉ.કે.એલ.એન રાવને ઈન્ચાર્જ ડીજીપી બનાવાયા હોવાની પહેલી આ ઘટના નથી. ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં રાવ છઠ્ઠા ઉન્ચાર્જ ડીજીપી છે.

