ગુજરાતમાં દારૂબંધી છે આ વાત સૌ કોઈ જાણે છે. અને લોકો એ પણ જાણે છે કે, ગુજરાતમાં દારૂબંધી છે છતાં રાજ્યના ગમે તે ખુણામાંથી વિદેશી દારૂ જોઈતો હોય તો મળી જાય છે. ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો છે પણ બુટલેગરો કંટ્રોલમાં નથી.

આ બધાં વચ્ચે જૂનાગઢમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ જતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી. સમગ્ર કાંડ બે સગા ભાઈઓ દ્વારા કરવામાં આવતો હતો. બે સગા ભાઈ રહેણાક વિસ્તારમાં નકલી દારૂ બનાવતા હોવાનું સામે આવ્યું છે.
વીડિયો જોવા માટે નીચે આપેલી ઈન્સ્ટ્રાગ્રામ લિંક પર ક્લિક કરો.. અને પેજને ફ્લો કરો….
https://www.instagram.com/reel/DTKH_tzDJBf/?igsh=aWlicHAzcDk5NDlv
પોલીસ આ બનાવમાં એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો છે. આ ઉપરાંત રૂપિયા 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે 1 હજાર 400 જેટલી દારૂની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

