વ્યારા પોલીસ સ્ટેશનના લુંટના ગુનામાં છેલ્લાં છ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. તાપી જિલ્લા એસ.પી જે.એન.દેસાઈ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારાનાઓએ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ અને શરીર-મિલકત સબંધિત ગુનાઓ ડીટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. જે સૂચના અને માર્ગદર્શન અંતર્ગત હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ થતા પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ બાતમી મળતા આરોપી જીતેન્દ્રપાલસિંહ ઉર્ફે જીતુ ભગવાનસિંહ રાજપૂતને અમદાવાદમાંથી ઝડપી લીધો હતો. બાદમાં ઝડપાયેલા શખ્સને વ્યારા પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપી દેવામાં આવ્યો હતો.
કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ. ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ
હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ નીરુભા
પોલીસ કોન્સ્ટેબલ સુનીલભાઈ ખુશાલભાઈ
આ તમામ ક્રાઈમ બ્રાન્ચ, LCB તથા સ્થાનિક પોલીસે આ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં હજુ પણ ગુનાઓ આચરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે તાપી પોલીસ તંત્ર કામે લાગ્યું છે.


