ભારતીય સેનામાં આર્મી જવાન તરીકે સેવા આપનાર કલ્પેશ શંકરભાઈ ગામીતનો સન્માન સમારોહ યોજાયો હતો. આ ભવ્ય કાર્યક્રમ તેમની દેશસેવાને સમર્પિત હતો. ભારતીય સેનામાં લાંબી સેવા આપીને નિવૃત્ત થયેલા કલ્પેશ ગામીતને તેમના ગામ અને સમાજ દ્વારા હૃદયસ્પર્શી રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આવા સમારોહોમાં સામાન્ય રીતે ગામના આગેવાનો, પરિવારજનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહે છે, જ્યાં ફૂલમાળા, શાલ ઓઢાડવી, પ્રશસ્તિપત્ર અને ભાવભીના શબ્દો દ્વારા તેમની વીરતા અને શિસ્તની કદર કરવામાં આવે છે. આવા કાર્યક્રમો દેશભક્તિની ભાવનાને મજબૂત કરે છે અને યુવાનને પેઢીને પ્રેરણા આપે છે. કલ્પેશ ગામીતને તેમની સેવા બદલ અભિનંદન! જય હિંદ!
તાપી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સન્માન:-
આર્મી જવાન કલ્પેશ ગામીતનું તાપી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કલ્પેશ ગામીત ઇન્ડિયન આર્મીમાં દેશ સેવા આપીને નિવૃત્ત થયા બાદ ટોકરવાના બિરસા મુંડા ચોક ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત સ્થાનિક યુવાનો અને સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક તેમજ સમાજના લોકો-યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મહત્વનું છે કે ભારતીય સેનામાં નોકરી કરવી અને દેશની સેવા કરવાનો મોકો જીવનમાં ખૂબજ ઓછા લોકોને મળતો હોય છે. કારણ કે ભારતીય સેનામાં નોકરી કરનાર જવાન રાત-દિવસ પોતાના જીવની પરવા રાખ્યા વગર દેશની સેવા કરતો હોય છે. ભારતીય સેનામાં નોકરી દરમ્યાન ઘણાં-ખરી કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે. પરંતુ આપણા સમાજના નિવૃત આર્મી જવાન એટલે કે કલ્પેશ ગામીત દરેક મુશ્કેલીમાંથી પસાર થયા અને આજે આપણી વચ્ચે નિવૃત થઈને પાછા પોતાના વતન ફર્યાં છે ત્યારે તેમને ખૂબ-ખૂબ અભિનંદન… ભારત માતા..કી જય…





