ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દરરોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાય રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં વ્યસન મુક્તિ અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો.
જિલ્લાના કુલ નવ પોલીસ સ્ટેશનના 296 ગુનાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ 1,16,195 જેની કિંમત રૂપિયા 3,49,58,693ના કિંમત વાળા મુદ્દામાલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે તાપી જિલ્લા પોલીસ દ્વારા મોટા પાયે વિદેશી દારૂના જથ્થોનો નાશ કરવામાં આવ્યો તે ખૂબ સારી બાબત કહી શકાય પણ… જિલ્લામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ક્યારે બંધ કરાવશો ? જિલ્લામાં વિદેશી દારૂનો ધંધો કરી રહેલા બુટલેગરો પર કાર્યવાહી ક્યારે કરશો ?
તાપી પોલીસે ખરેખરમાં આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો નાશ કર્યો તેવી વાત કરીને જોશ ખાંડવાની જરૂર નથી.. તમારે સૌથી પહેલા તો દારૂના અડ્ડાઓ અને બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.


