ઉકાઈ પોલીસ સ્ટેશનના ભુરીવેલ ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરતા શખ્સને તાપી ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પોલીસ કોન્સ્ટેબલ હસમુખને ખાનગી રીતે બાતમી મળી હતી કે, ઉકાઈના ભુરીવેલ ગામના પોસ્ટ ફળીયામાં રહેતા બુટલેગર જયેશ વિનોદ ગામીત પોતાના ઘર નજીક એક કાચા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. અને તે સગેવગે કરવાની તૈયારીમાં છે. તેવી બાતમી મળતા હકીકતવાળી જગ્યાએ પહોંચી દારૂ સગે વગે કરવાની પ્રક્રીયાને રોકવામાં આવી હતી.
ઘટના સ્થળેથી અલગ-અલગ વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. તેમજ અંદાજે ત્રણ લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપી જયેશ વિનોદ ગામીતને ઝડપી લેવામાં આવ્યો હતો. સાથે સમગ્ર કેસની વધુ તપાસ માટે ઉકાઉ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી
પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહીર
પોલીસ ઈસ્પેક્ટર એન.એસ.વસાવા
એ.એસ.આઈ જગદીશ જોરારામ
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
હેડ કોન્સ્ટેબલ નિરૂભા
પોલીસ કોન્સ્ટેબલ હસમુખ વિરજી

