કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-303(2) મુજબનો ગુનો આશ્રવાગામમાં આવેલી ખુલ્લી જગ્યામાં તારીખ 12/01/26ના રોજ નોંધાયો હતો. ગુનાની ગંભીરતા સમજી પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરી આરોપી ધરમભાઈ છગનભાઈ પાડવીને તારીખ 24/02/26ના રોજ અટક કર્યો હતો. પોલીસ પકડમાં આવેલા શખ્સ પાસેથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપી સોમનાથ સંકુભાઈ પાડવીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-
આઈ.ડી.દેસાઈ, પોલીસ ઈન્સ્પેક્ટર
એ.એસ.આઈ વિજય કરશનભાઈ
એ.એસ.આઈ રવિ રમેશભાઈ
હેડ કોન્સ્ટેબલ રવિ હરીયાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ જનક મનુભાઈ
પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ
આ તમામ કામગીરી ઉપર મુજબના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

