ગુજરાતમાં UCC બિલને કેબિનેટમાં મંજરી આપી દેવામાં આવી છે. ગુજરાત UCC બિલમાં ઉત્તરાખંડ જેવી પેટર્ન જોવા મળી..24 માર્ચે વિધાનસભામાં રજૂ થશે UCC બિલ. અંદાજે કુલ 209 પાનનું UCC 2026 બિલ લાવશે ગુજરાત સરકાર..UCC બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું..ભાગ-1 અને ભાગ-2માં કુલ 7 પ્રકરણ નક્કી કરવામાં આવ્યા છે.ભાગ-3માં લિવ-ઇન રિલેશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં રહેતા અને ગુજરાત બહાર રહેતા પરંતુ ગુજરાતના રહેવાસીઓ પર લાગુ થશે UCC બિલ.
લગ્ન નોંધણીની પ્રક્રિયા ફરજિયાત:-
UCC બિલમાં જણાલ્યા પ્રમાણે લગ્ન નોંધણીની પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. રાજ્યમાં કોઈપણ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.લગ્ન નોંધણી માટે પણ ચોક્કસ કાર્યરીતિ નક્કી કરવામાં આવી છે. જ્યારે છૂટાછેડા માટે પરસ્પર સંમતિ અને કોર્ટની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. લિવ-ઈન રિલેશનશિપ પર આવશે નિયંત્રણ.વારસાઈ હક હવે ધર્મ કે જાતિના ભેદભાવ વગર સમાન નિયમો લાગુ પડશે..કેટલીક જોગવાઈ અનુસૂચિત આદિજાતિ અને વ્યક્તિઓના અમુક અન્ય જૂથોને લાગુ પડશે નહીં.
લગ્ન નોંધણી માટે ચોક્ક્સ નિયમો લાગું:-
મહત્વનું છે કે, લગ્ન નોંધણી માટે ચોક્કસ કાર્યરીતિ નક્કી કરવામાં આવી છે.લગ્ન નોંધણી વગરના લગ્ન અમાન્ય નહીં ગણાય..લગ્નની નોંધણી ન કરાવવા બદલ દંડની જોગવાઈ કરવામાં આવી છે. છૂટાછેડા માટે પરસ્પર સંમતિ અને કોર્ટની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી..લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડાની અરજી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો..બાળકોની કસ્ટડી અને ભરણપોષણ અંગે માનવીય અભિગમ સાથે કડક જોગવાઈ.
લિવ-ઈન રિલેશનશિપ પર આવશે નિયંત્રણ:-
ખાસ કરીને લિવ-ઈન રિલેશનમાં રહેતા સાથીદારોએ રજિસ્ટ્રાર પાસે નિવેદન રજૂ કરવું ફરજિયાત રહશે.લિવ-ઈન સંબંધોથી જન્મેલું બાળક કાયદેસર ગણાશે અને તેને તમામ હકો પ્રાપ્ત થશે..ખોટી માહિતી આપશે અથવા નોંધણી નહીં કરાવે તો જેલ અને દંડની જોગવાઈ.વારસાઈ હક હવે ધર્મ કે જાતિના ભેદભાવ વગર સમાન નિયમો લાગુ પડશે.વસિયત બનાવવાની પ્રક્રિયા, માન્યતા અને વારસદારો વચ્ચે મિલકતની વહેંચણીના કાયદાને સરળ અને ન્યાયી બનાવામાં આવ્યા છે. કેટલીક જોગવાઈ અનુસૂચિત આદિજાતિ અને વ્યક્તિઓના અમુક અન્ય જૂથોને લાગુ પડશે નહીં.

