ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશ, 34 જિલ્લા પંચાયત,84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતોની આગામી ચૂંટણી માટે રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો. ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થતાં જ 15 એપ્રિલ સુધી રાજકીય રમત રમાશે. કોંગ્રેસ હોર્સ ટ્રોડિંગથી ચિંતિત છે. મોટાભાગના કોંગ્રેસના ઉમેદવારોના ફોન બંધ છે. અને તેમને હવે કવોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.
ભાજપ તેમના ઉમેદવારોના ઉમેદવારીપત્રો પાછા ખેંચવા અને શક્ય તેટલી વધુ બેઠકો પર વિજય મેળવવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવારોને 20થી 30 લાખ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને એવો પણ આરોપ લગાવ્યો છે કે, ઉમરગામમાં ચૂંટણી અધિકારીએ ભાજપના નેતાઓના દબાણ અને ઉમેદવારી રદ કરવાનો ઈનકાર કર્યા બાદ આત્મહત્યા કરી હતી.

