લોકશાહીનો મજબૂત સ્તંભ એટલે ચૂંટણી, દેશના નાગરિકો પોતાના મનગમતા નેતાને પોતાનો મત આપીને મતદાન કરીને પોતાના નેતાને ચૂંટી કાઢે છે. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ માં વાલોડ તાલુકાના ગોડધા ગામે સવારથી ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા હતા.
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન એક નાગરિકે બે મત આપી બેવડો આનંદ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે પાણી,ખુરશીઓ, ગાદલા વિગરે નાખી સુંદર વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. સિનિયર સીટીઝનો પણ પોતાના પવિત્ર મતાધિકારના ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગરમી હોવા છતા ભાઈઓ કરતા બહેનો મોટી સંખ્યામાં મતદાન માટે આવ્યા હતા.


