સ્થાનિક સ્વરાજ્યના મતદાન દિવસે કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે વૃદ્ધ દાદીમાને કુકરમુંડા પોલીસ દ્વારા જરૂરી મદદ પૂરી પાડી સુરક્ષિત રીતે મતદાન કરાવવામાં આવ્યું.

ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ મતદાન મથકો ઉપર પોલીસ કર્મચારી, હોમગાર્ડ, જી.આર.ડી. સભ્યો દ્વારા અશક્ત, સિનિયર સિટીઝન તથા વિકલાંગ મતદારોને મતદાન મથક સુધી લઈ જવા મદદ કરવામાં આવી.
નિઝર પ્રાથમિક શાળાના મતદાન મથક પર મતદાન કરવા આવેલા એક મતદારને છાતીમાં અચાનક દુખાવો થતા ફરજ પરના અ.હે.કો.યુવરાજસિંહ જશુભા નાઓએ તાત્કાલિક 108 બોલાવી સારવાર માટે મોકલી આપ્યા હતા.

ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નારણપુર ગામ ખાતે વૃદ્ધ દાદી-૨ને ચાલવામાં તકલીફ હોઈ જેથી પોલીસ દ્વારા વ્હીલચેરમાં બેસાડી મતદાન કેન્દ્ર સુધી લઈ જઈ મતદાન કરાવવામાં આવ્યું.



