ઉકાઈ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લાં બે વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાંચ તાપી અને પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા સકંજામાં લેવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે આરોપી આકાશ રાજકુમાર ચુડીવાલને રાજસ્થાનથી ઝડપી સકંજામાં લીધો હતો. પકડાયેલા શખ્સ ઉકાઈ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ-2023ની કલમ-316(2) મુજબના ગુનાના કામે સંડોવાયેલો હતો. આરોપી છેલ્લાં બે વર્ષથી અલગ-અલગ જગ્યાએ લોકેશન ચેન્જ કરી પોલીસથી બચવા નાસતો-ફરતો હતો. પણ તાપી એલસીબીએ આરોપીને ઝડપી વધુ એક વણઉકેલાયેલો ગુનો ઉકેલી નાખ્યો છે. આરોપીને ઝડપી વધુ તપાસ માટે ઉકાઉ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટ ડી.એસ.ગોહિલ LCB
પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહિર
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવીસિંહ
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવનસન
પોલીસ કોન્સ્ટેબલ ઈન્દ્રસિંહ વાલાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બટુકબાઈ

