તાપી SOGએ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારની ધરપકડ કરી લીધી છે. પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી.મંડોરા, પોલીસ ઈન્સ્પેક્ટર એન.પી.ગરાસીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષય કાંતીલાલને સંયુક્ત રીતે બાતમી અને હકીકતના આધારે નિઝરના લક્ષ્મીખેડાગામેથી એક બોગસ ડૉક્ટર એટલે લીન્ટુભાઈ ઘ્રુવબાભાઈ બેરાગીને ઝડપી લેવામાં આવ્યો છે.પકડાયેલો શખ્સ મૂળ પશ્વિમ બંગાળનો વતની છે.પરંતુ છેલ્લાં ઘણાં સમયથી તાપી-નિઝરના લક્ષ્મીખેડા ગામે પોતાને ડૉક્ટર ગણાવી આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો. પરંતુ SOGએ બાતમીના આધારે શખ્સને ઝડપી તેની પાસેથી એલોપેથિક દવાઓ કબ્જે કરી નિઝર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી.મંડોરા
પોલીસ ઈન્સ્પેક્ટર એન.પી.ગરાસીયા
એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ
હેડ કોન્સ્ટેબલ કમલેશ કૃષ્ણાભાઈ
હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ
પોલીસ કોન્સ્ટેબલ અક્ષય કાંતીલાલભાઈ
પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમેશભાઈ

