તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ ઉમેદવારોને સ્વનિર્ભર બનાવવા અને સ્થાનિક સ્તરે રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી-વ્યારા દ્વારા આગામી તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે એક વિશેષ ‘રોજગાર ભરતી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા સેવા સદન, વ્યારા ખાતે બ્લોક નં-૪, ત્રીજા માળે યોજાનારા આ ભરતી મેળામાં જાણીતી કંપની VSOLE વીસોલ પાવર પ્રાઇવેટ લિમિટેડ (વીસોલ સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, પલસાના) દ્વારા વિવિધ ૫૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે રૂબરૂ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.આ ભરતી પ્રક્રિયામાં ડિપ્લોમા (મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ), બી.ઈ. / બી.ટેક (મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ), આઈ.ટી.આઈ. (ITI) તેમજ સ્નાતક શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવક-યુવતીઓ માટે ઉમેદવારો ભાગ લઈ શકશે.
રોજગાર મેળવવા ઈચ્છુક પાત્રતા ધરાવતા યુવક-યુવતીઓ માટે ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રો, તેની નકલો, બાયોડેટા અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે નિયત સમયે અને સ્થળે ઉપસ્થિત રહેવા ઈ.ચા. રોજગાર અધિકારી, વ્યારા, જિ. તાપી દ્વારા અખબારી યાદીના માધ્યમથી અનુરોધ કરાયો છે.

